આહવા
‘ડાંગ દરબાર’ના ઉદ્દઘાટન કાર્યક્રમ સાથે રાજવીઓની ભવ્ય શોભાયાત્રા સહિત આહવાના રંગ ઉપવન ખાતે પ્રભારી મંત્રી સહિતના મહાનુભાવો પ્રજાજોગ સંદેશો પાઠવશે.
આજે એટલે કે તા.૨૬ મી ફેબ્રુઆરી એ સવારે ૧૧ વાગ્યે આહવાના રંગ ઉપવન ખાતે રાજવીઓ સહિત મહાનુભાવોના આગમન બાદ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ, પ્રાર્થના અને કલેક્ટરશ્રીનું સ્વાગત ઉદ્દ્બોધન રજુ થશે. તે સાથે મંચસ્થ મહાનુભાવોનું મોમેન્ટો આપીને સ્વાગત-અભિવાદન કરાશે.
ત્યારબાદ મહાનુભાવો તથા પ્રભારી મંત્રી પ્રજાજોગ સંદેશો પાઠવશે. આ અવસરે ડાંગીનૃત્ય સહિત રાસ ગરબા જેવી સાંસ્કૃતિક કૃતિઓ પણ આહવાના રંગમંચ ઉપર રજૂ થશે.
જિલ્લા વિકાસ અધિકારીની અભાર વિધી સાથે રાષ્ટ્રગાન બાદ ઉદ્દઘાટન કાર્યક્રમનુ સમાપન કરાશે.
આ ‘ડાંગ દરબાર’ના ભાતિગળ લોકમેળાનો લ્હાવો તા.૨૬ મી ફેબ્રુઆરીથી તા.૩ જી માર્ચ સુધી પ્રજાજનો માણી શકશે.
