જેતપુર: LCB રાજકોટ ગ્રામ્યએ સ્પેશિયલ હોમ ફોર બોયઝ રાજકોટ ખાતેથી નાસી ગયેલ કિશોરને ૧,૭૭,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયો

હિન્દ ન્યૂઝ, જેતપુર,

જેતપુર સીટી પો.સ્ટે. તેમજ ગોંડલ સીટી પો.સ્ટે.ની હદમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી સ્પેશ્યલ હોમ ફોર બોયઝ રાજકોટ ખાતેથી નાસી ગયેલ કિશોરને કુલ ૧,૭૭,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય.

જેતપુર શહેરની હદમાં ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ રબારીકા રોડ મહાદેવ પેકેઝીંગ નામના કારખાનામાં થયેલ ૧,૪૨,૦૦૦ની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હતો જે અનુસંધાને આજ રોજ એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ તથા પોલિસ કોન્સટેબલ એચ.એમ. રાણા પોલિસસ્ટાફ સાથે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા તથા નિલેશભાઈ ડાંગરને ખાનગી રાહે મળેલ બાતમી આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશનની હદમાં થયેલ ઘરફોડ ચોરી તેમજ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીનો વણશોધાયેલ ગુન્હો ઉકેલવામાં આવ્યો હતો. તેમને કાયદાના સંઘર્ષ માં આવેલ બે કિશોરને

(૧) જુદા જુદા દરની ચલણી નોટ મળી રોકડ રકમ ૧,૩૫,૦૦૦

(૨) કાળા કલરનો MI કંપનીનો મોબાઈલ નંગ-૧ કિંમત રૂ. ૫,૦૦૦

(૩)ગોલ્ડન કલરનો સેમસંગ કંપનીનો મોબાઈલ નંગ-૧ કિંમત રૂ. ૩,૦૦૦

(૪)કાળા કલરનો સેમસંગ કંપનીનો મોબાઈલ નંગ-૧ કિંમત રૂ. ૧,૦૦૦

(૫) ગોલ્ડન કલરનો વીવો કંપનીનો મોબાઈલ નંગ-૧ કિંમત રૂ. ૩,૦૦૦

(૬) હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં GJ-03-AM-૬૧૪૨ કિંમત રૂ. ૧૫.૦૦૦

(૭) હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં GJ-03-CG-૮૮૮૨ કી.રૂ..૧૫.૦૦૦

વગેરે મળી કુલ ૧,૭૭,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ

(૧) જેતપુર સીટી પો.સ્ટે.ફ.ગુ.ર ને ૧૧૨૧૩૦૨૨૨૦૧૫૬૩ ઇ.પો.કો.ક.૪૫૭.૩૮૦

(૨)ગોંડલ સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.ને ૧૧૨૧૩૦૧૫૨૦૧૩૬૩ ઇ.પી.કો.ક ૩૭૯

વગેરે વણશોધાયેલ નીચે મુજબના ગુન્હાઓ શોધી કાઢેલ છે.

અહેવાલ : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment