હિન્દ ન્યુઝ, ભાવનગર
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાવનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૨ માટે મતદાર માહિતી કાપલી (Voter Information Slip)નું વિતરણ પૂર્ણ કરાયું છે.
મતદાર માહિતી કાપલીમાં આગળની બાજુએ મતદારનું નામ, જાતિ, ચૂંટણી કાર્ડ નંબર, સબંધીનું નામ, મતદાન મથકનો ભાગ નંબર અને નામ, મતદારયાદીમાં ક્રમ નંબર, મતદાન મથકનું સરનામુ, મતદાનની તારીખ અને સમય વગેરે વિગતો દર્શાવવામાં આવેલ છે. જયારે મતદાર માહિતી કાપલીની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ અને મતદારો માટેની અગત્યની સૂચનાઓ દશાર્વેલ છે.
ભાવનગર જિલ્લામાં મતદાર માહિતી કાપલીના વિતરણની કામગીરીમાં ૯૯-મહુવા વિધાનસભા સીટ પર ૨,૪૦,૯૦૮ કાપલી, ૧૦૦-તળાજા વિધાનસભા સીટ પર ૨,૫૨,૪૭૨ કાપલી, ૧૦૧-ગારીયાધાર વિધાનસભા સીટ પર ૨,૨૬,૦૬૬ કાપલી, ૧૦૨-પાલિતાણા વિધાનસભા સીટ પર ૨,૭૭,૦૮૯ કાપલી, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા સીટ પર ૨,૯૦,૪૯૫ કાપલી, ૧૦૪-ભાવનગર પૂર્વ વિધાનસભા સીટ પર ૨,૬૨,૫૭૭ કાપલી અને ૧૦૫-ભાવનગર પશ્ચિમ વિધાનસભા સીટ પર ૨,૬૧,૬૯૦ કાપલીઓ મળી કુલ ૭ વિધાનસભા બેઠક પર ૧૮,૧૧,૨૯૭ કાપલીનું વિતરણ કરવામાં આવ્યું છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી