દિયોદર મૉડન સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે શેઠ શ્રી મથુરજી પૂંજાજી (લોખડવાળા) ૮ મી પુણ્યતિથિ નિમિતે તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ બનાસકાંઠા ટિમ દ્વારા આયોજિત રક્ત દાન એ મહાદાન ના ભાગરૂપે બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગ ના લોકો એ અને ઠાકોર સમાજ ના યુવાનો એ ભાગ લઈ રક્તદાન કર્યું હતું. જેમાં રક્તદાન કરનાર ને પરમ પૂજ્ય શ્રી સદારામબાપુ ની પ્રતિમા અને પ્રમાણ પત્ર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભરતભાઈ ઠાકોર, પ્રભારી અશોકભાઈ ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ ચૌધરી, પ્રદીપભાઈ શાહ, મનુભાઈ ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, ભરતભાઈ(વકીલ) વગેરે આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment