હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા લાંચરૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક કલેકટર કચેરી ભરૂચના વીસી રૂમમાં મળી હતી. બેઠકમાં કલેકટરએ તકેદારી આયોગ તરફથી મળતી અરજીઓનો નિકાલ કરવા અંગેની વિગતવાર માહિતી જાણી. તેમણે હકારાત્મક અભિગમ દાખવી સિસ્ટમમાં રહી પારદર્શક રીતે કાર્યવાહી કરવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.