ભરૂચ ખાતે ડી.એલ.એેફ.સી ( ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમિટિ ) ની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી

હિન્દ ન્યુઝ, ભરૂચ

ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ડી.એલ.એેફ.સી (ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમીટિ) ની બેઠક મળી હતી. બેઠકમાં સીંગલ વિન્ડો ક્લીયરન્સ અંતર્ગત જિલ્લાની વિવિધ કચેરીઓની ઓનલાઇન IFP પર રોકાણકારો/ઉદ્યોગકારોના રોકાણ સબંધિત વિવિધ કચેરીઓમાં પડતર સમય મર્યાદા બહારની અરજીઓની સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રી ધ્વારા IFP પોર્ટલમાં સમયમર્યાદા બહારની અરજીઓનો સત્વરે નિકાલ કરવાની સાથે જે તે કચેરીની પડતર અરજીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું. બેઠકમાં જિલ્લા ઉદ્યોગકેન્દ્રના જનરલ મેનેજર દવેએ ડીસ્ટ્રીક્ટ લેવલ ફેસીલીટેશન કમિટીની બેઠકની એજન્ડા મુજબની કામગીરીની રૂપરેખા આપી સબંધિત કચેરી આધારભૂત કારણ વિના રોકાણકારની અરજી સમયમર્યાદા બહાર પડતર રાખેલી હોય તો સમિતી જ અરજી નિકાલ કરવાની સત્તા સીંગલ વિન્ડો ક્લીયરન્સ કાયદા અંતર્ગત ધરાવે છે તેમ જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, જીપીસીબી, પાણી પુરવઠા, ડીજીવીસીએલ, સરદાર સરોવર નર્મદા નિગમ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.

Related posts

Leave a Comment