સાંસદ સી.આર.પાટીલે નવી સિવિલ ખાતે ૧૧૦૦ કિલો ગોળ અને ૧૧૦૦ કિલો ખજૂર મોકલાવી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની કાળજી લીધી

સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની મહિલાઓને પૌષ્ટિક આહારથી જરૂરી પોષણ મળી રહે તેવો શુભાશય

         સુરત સાંસદ સી.આર.પાટીલે નવી સિવિલ ખાતે ૧૧૦૦ કિલો ગોળ અને ૧૧૦૦ કિલો ખજૂર મોકલાવી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓની કાળજી લીધી છે. સાંસદએ નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગની બહેનોને પૌષ્ટિક આહારના સેવન દ્વારા જરૂરી પોષણ મળી રહે તેવા શુભાશયથી કુલ ૨૨૦૦ કિલો ગોળ અને ખજૂરનો જથ્થો નવી સિવિલ હોસ્પિટલ તંત્રને અર્પણ કર્યો હતો, જેને સ્ત્રી રોગ વિભાગમાં દાખલ મહિલાઓના લાભાર્થે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ અને ગાયનેકોલોજિસ્ટ શ્રીમતી સંધ્યાબેન છાસટીયાના હસ્તે વિવિધ વોર્ડના હેડનર્સ અને સિસ્ટર ઈન્ચાર્જને વિતરણ કરવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત, દ્વારા નવી સિવિલ તંત્રને દિવ્યાંગોને સહાયરૂપ થવાં ૮ વ્હીલચેર, ૨ ટ્રાઈસિકલ અને ૧૦ વોકર અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ડિન ડો.ઋતુંભરા મહેતા, ઈ.મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઈન્દ્રાવતી રાવ, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ અસોસિએશનના સભ્ય કિરણ દોમડીયા અને દિનેશ અગ્રવાલ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી લીલાબેન ગામીત, હેડનર્સ, સ્ટાફનર્સ સહિત લોકલ નર્સિંગ અસો. ટીમ તેમજ યુનિવર્સિટી સિન્ડીકેટ મેમ્બર અને ટી.બી.વિભાગના વડા ફેકલ્ટી ડો.પારૂલ વડગામા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment