દિયોદર ના જાલોઢા ગામે ગ્રામજનો લેખિત અરજી લઈ પોલીસ મથક પોહચ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર તાલુકા માં ઘણા સમય થી ગ્રામીણ વિસ્તાર માં દારૂ ના અડ્ડા ધમધમ્યાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેમાં આજે રવિવાર ના રોજ જાલોઢા ગામે દારૂ ના અડ્ડા બંધ કરાવવા માટે ગામ ના જાગૃત નાગરિકો એ પોલીસ મથકે લેખિત માં રજુઆત કરી છે. જેમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો ના છૂટકે જનતા રેડ કરવાની ચીમકી ઉચારી છે. દિયોદર તાલુકા માં જાલોઢા ગામે ઘણા સમય થી દેશી અને વિદેશી દારૂ નું વેચાણ થતું હોવાથી નવ યુવાનો દારૂ ના રવાડે ચડ્યા છે. જેમાં દિવસ દરમિયાન ગામ માં દારૂડિયા તત્વો નો ત્રાસ વધતા મહિલા ઓ ગામ માં ના નીકળી શકતા આખરે ગામજનો એ આજે જાલોઢા ગામે દારૂ ના અડ્ડા બંધ કરાવવા દિયોદર પોલીસ મથક ખાતે અને ઉચ્ચ કક્ષા એ લેખિત માં રજુઆત કરી હતી. ગ્રામજનો એ જણાવેલ કે ઘણા સમય થી જાલોઢા ગામે દારૂ નું ખુલ્લેઆમ વેચાણ થાય છે અને રસ્તા વચ્ચે દારૂડિયા તત્વો નો ત્રાસ ખુલ્લેઆમ વધ્યો છે, જેના કારણે મહિલા ઓ ઘર ની બહાર નીકળી શકતી નથી. દેશી દારૂ અને ઇંગ્લેંશ દારૂ નું વેચાણ ખૂબ થઈ રહું છે. જેમાં દારૂડિયા તત્વો દારૂ પીને રસ્તા વચ્ચે ઉભા હોય છે જેમાં આ દારૂ ના અડ્ડા બંધ કરવા અમારી રજુઆત છે. પોલીસ તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં આવે તો આગામી સમય ન છૂટકે જનતા રેડ કરવી પડશે તેવી ચીમકી આપી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment