૨૪ ઓગસ્ટ આજે “વિશ્વ ગુજરાતી દિવસ”

હિન્દ ન્યુઝ, 

     પ.પૂ.શ્રી મોરારી બાપુ એ ખરેખર ખૂબ સાચું કહ્યું છે કે ‘અંગ્રેજી કામની ભાષા હોય તો તેની પાસેથી કામવાળી ની જેમ કામ લેવાય ‘ કામવાળી અને ગૃહિણી માં જે તફાવત છે એ તફાવત અંગ્રેજી અને ગુજરાતીમાં છે. અંગ્રેજીને તેના સ્થાને રાખવામાં આવે એજ ઉત્તમ છે .

વીર કવિ નર્મદ ની બે લીટી….. મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી.. પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.

 

      પારસી કવિ શ્રી અરદેશર ફરમાજી ખબરદાર કે જેમને આ સુંદર કવિતા રચી….

જ્યારે જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

મને ગર્વ છે કે, હું ‘ગુજરાતી’ છું

Related posts

Leave a Comment