રાજ્યના ગામો આજે પ્રગતિના પંથે છે તેનો શ્રેય રાજ્ય સરકારને જાય છે- કરદેજના વતની શરદભાઇ જાની

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્યભરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા ચાલી રહી છે. જેના દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓ અને તેનાથી જનસામાન્યને થતાં ફાયદા વિશેની માહિતી લોકોને તેમના ગામમાં જઇને આપવામાં આવી રહી છે. આવો જ એક રથ ભાવનગરના કરદેજ ગામમાં પહોચ્યોં હતો. જ્યાં ગામના નાગરિકોએ આ બધી યોજનાઓ વિશેની માહિતી રથ પર લગાવેલાં એલ.ઇ.ડી. સ્ક્રીન દ્વારા મેળવી હતી. ગામમાં છેલ્લાં ૪૨ વર્ષથી રહેતાં શરદભાઇ જાનીએ જણાવ્યું કે, રાજ્યના ગામો આજે પ્રગતિના પંથે છે તેનો શ્રેય રાજ્ય સરકારને જાય છે. રાજ્ય સરકારની પ્રજા કલ્યાણની ભાવના તેમાં પ્રતિબિંબિત થાય છે. આ અંગે વાત કરતાં કહે છે કે, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અંગેનું એક નાના અમથા કાર્ડથી રૂા. ૫ લાખની સારવાર સહાય મળે છે તે જેવી તેવી વાત નથી. આવી યોજનાઓ વિશેની જાણકારી સરકારના આવાં રથ દ્વારા ઘર આંગણે મળે ત્યારે થતી હોય છે. તેઓ કહે છે કે, આ રથ દ્વારા જે અમને માહિતી મળી છે તેનો અમે ઉપયોગ કરવાં માટે તત્પર છીએ અને તેની સાથે જોડાયેલાં પણ રહીશું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં સારામાં સારી પ્રગતિ થઇ રહી છે. તે રાજ્ય સરકારના પ્રજાકલ્યાણકારી અભિગમને આભારી છે. સરકાર ખૂદ તમારા આંગણે આવીને સેવાસેતુ દ્વારા લાભ આપે કે તેની યોજના વિશેની જાણકારી ગામેગામ પહોંચાડે તેનાથી રૂડું શું હોઇ શકે તેમ તેમણે અહોભાવ વ્યક્ત કરતાં વધુમાં જણાવ્યું હતું.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment