બોટાદ જિલ્લાની જાહેરજનતા જોગ, ૧૦ રૂપિયાનો ચલણી સિક્કાને કોઈ વ્યવહારમાં સ્વીકારવાની ના પાડી શકાશે નહી

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી અને ગ્રાહક સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ભારત સરકાર માન્ય ૧૦ રૂપિયાનો ચલણી સિક્કો લીગલ ટેન્ડર છે. અર્થાત ભારતભરમાં થતાં કોઇપણ વ્યવહારો માટે તે કાયદેસર અને સ્વીકાર્ય છે. રીઝર્વ બેન્ક (RBI) અલગ અલગ થીમ, સાઇઝ અને ડિઝાઇનમાં ૧૦ રૂપિયાના સિક્કા બહાર પાડે છે. તેથી લોકોમાં એવી ભ્રમણા પ્રવર્તે છે કે અમુક સિક્કાઓ નકલી છે અને અમુક અસલી. જેના કારણે છેલ્લા કેટલાંક સમયથી લોકો વ્યવહારમાં ૧૦ રૂપિયાનો સિક્કો સ્વીકારતાં ખચકાવા લાગ્યા છે. જેના કારણે આ પ્રકારની અફવાઓનું બજાર વધારે ગરમ થયેલ જોવા મળે છે. આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ૧૦ રૂપિયાનો ચલણી સિક્કાને કોઇ વ્યવહારમાં સ્વીકારવાની ના પાડી શકાય નહી અને જો કોઇ વ્યક્તિ સ્વીકારવાની ના પાડે તો RBI ના નિયમો મુજબ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૪-એ હેઠળ રાજદ્રોહનો ગુનો તે ઇસમ વિરૂધ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી શકાશે. (માહિતી ખાતું નિયામકશ્રી, બોટાદ)

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment