રાધનપુર નો યુવાન છેતરાયો,એક લાખ એસી હજાર માં લાવેલી દુલ્હન યુવાન ને કેફી પીણું પાઇ પચીસ હજાર લઈ ફરાર થઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર

આમ તો જેટલી લૂંટેરી દુલ્હન ના કિસ્સા ઓ અવારનવાર સાંભળ્યા હશે આજે એવો જ એક લૂંટેરી દુલ્હન નો કિસ્સો જોવા મળ્યો રાધનપુર સહેર માં, રાધનપુર ના યુવાન ને સૂતો મૂકી મધરાત્રે 25 હજાર લઈ ફરાર થઇ દુલ્હન આ ચોંકાવનારો કિસ્સો રાધનપુર નો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાટણ જિલ્લાના રાધનપુર શહેર ના વિઠલનગર માં રહેતા દિલીપભાઈ કેશવલાલ સુથાર જેઓ મૂળ લીમગામડાં ના વતની છે જેઓ ને લૂંટેરી દુલ્હન છેતરી રાતો રાત ફરાર થઇ છે. વિઠલનગર ના યુવાન ના લગ્ન થયેલ ના હોય તેણે કોરડા ગામના નસરૂદિન સિપાહી જે હાલ મુંબઈ રહે છે તેને વાત કરતા મુંબઈ ના માલેગાંવ ના કોઈ દલાલ નો કોન્ટેનક્ટ કરાવ્યો હતો. દલાલ નો કોન્ટેનક્ટ થયા બાદ અલગ અલગ યુવતીઓ બતાવી હતી જેમાં રાધનપુર ના યુવાન ને પસંદ પડેલી યુવતી ના 1 લાખ 80 હજાર માં સોદો થતા સ્ટૅમ્પ પર લગ્ન નો કરાર કરી રાધનપુર નો યુવાન પોતાના ઘરે દુલ્હન બનાવી લઈ આવ્યો હતો.

લૂંટેરી દુલ્હન રાધનપુર યુવાન ના ઘરે આવ્યા બાદ યુવાન સાથે પોતાની પત્ની માફક સાથે ભોજન પણ કર્યું હતું ત્યારબાદ લૂંટેરી દુલ્હને ચા બનાવ્યો જેમાં કોઈ નશાયુક્ત પીણું પીવડાવી યુવાન ને નિદ્રાવશ કરી મોકો જોઈ ઘરમાં પડી રહેલા 25 હજાર લઈ રાતો રાત ફરાર થઇ હતી. સવારે યુવાન થોડો ભાનમાં આવતા તબિયત સારી ના હોઈ 108 ને જાણ કરવામાં આવતા યુવાન ને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment