રાજકોટ ખાતે સરકારની NRLM યોજના અંતર્ગત SHG ને કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકો હેમુ ગઢવી હોલ ખાતે ગત ૧૯-૦૫-૨૦૨૨ નાં રોજ સરકારની NRLM યોજના અંતર્ગત SHG ને કેશ ક્રેડિટ કેમ્પ માં રૂ.૬ કરોડનું ધિરાણ.૨૫ લાખ CIF, ૨૬ લાખ વ્યાજ સહાયના મંજૂરી પત્ર અને ચેકનું વિતરણ કરવામાં આવેલ. સદરહુ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ભૂપતભાઇ બોદર, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, રામભાઇ મોકરિયા, જિલ્લા કલકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડી.આર.ડી.એ.નિયામક ધાધલ, આરડીસી જનરલ મેનેજર સખીયા, રાદડીયા, SGB ચેરમેન મનોજ કુમાર, BOB, BOI, UBI વગેરે બેંકના એજીએમ તેમજ લીડ બેંક મેનેજર, નાબાર્ડ ડીડીએમ, આરશેટી ડાયરેકટર, ડીએલએમ વી.બી.બસિયા તેમજ NRLM જિલ્લા અને તાલુકા ટીમ અને સ્વ સહાય જૂથના મહિલા સભ્યો હાજર રહેલ. કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક, બેંક બ્રાન્ચ, બેંક સખી, PRP, TLM, TAPM.C.C., MIS ને ટ્રોફી અને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ વી.બી.બસિયા એ કરેલ અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી સરોજબેન મારડીયાએ કરેલ હતું.

Related posts

Leave a Comment