પાલીતાણાની આર.એમ.ડી. હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગમાં રોબોટીંગ હેન્ડથી દર્દીઓની સારવાર થશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરની આરોગ્ય સુવિધાઓમાં દિનપ્રતિદિન સુધારો અને નવીનીકરણ થઈ રહ્યાં છે. તે અંતર્ગત આજે પાલિતાણાની આર.એમ.ડી. હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગ માટે રોબોટિક હેન્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

જે લોકોના હાથ-પગ કામ નથી કરતાં કે ન્યૂરોલોજીકલ પ્રકારની તકલીફો ધરાવે છે તેવા લોકો માટે આ રોબોટિક હેન્ડ આશીર્વાદરૂપ બની રહેશે.

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં આવાં બે મશીન વસાવવામાં આવ્યાં છે. એક મશીનની કિંમત ૧.૨૦ લાખ છે અને તે મશીનો શાંઘાઈથી મંગાવવામાં આવ્યાં છે.

રિહેબિલિટેશન સેન્ટર, ફિઝિયોથેરાપીમાં રોબોટિંગ હેન્ડથી ફિઝિયોથેરાપીની સારવાર કરી આપવામાં આવશે. રિહેબિલિટેશન સેન્ટર દ્વારા આ મશીન લાવવામાં આવ્યું છે અને પાલીતાણા તાલુકાના ગામડાના લોકો અને શહેરના લોકો માટે અત્યંત આધુનિક મશીન હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

આ મશીનની ટેકનોલોજીથી ન્યુરોલોજીકલ કે જેનાં હાથ કામ નથી કરતા,જેમાં હાથ ખોલવો કે બંધ કરવો, એક -એક આંગળીઓને ખોલવી કે બંધ કરવી આ રોબોટિંગ સિસ્ટમથી સરળતાથી થઈ શકશે.

ગુજરાતમાં સંભવતઃ સૌ પ્રથમ પાલીતાણા ખાતે આ સિસ્ટમ ઉપલબ્ધ બની છે. ત્યારે પક્ષઘાત, લકવા સહિતના રોગો માટે આ મશીન અત્યંત લાભદાયી રહેશે. હોસ્પિટલમાં સુવિધા વધતાં તાલુકાના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી છે.

ઉલ્લેખનીય છે કે, પવિત્ર જૈનોની તીર્થ નગરીમાં તળેટી મુક્તીનગર ખાતે વર્ષોથી ગીરીવિહાર ટ્રસ્ટ સંચાલિત આર.એમ.ડી. હોસ્પિટલ દ્વારા તાલુકાના લોકોને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

જેમાં વિનામૂલ્યે ડાયાલિસિસ સેન્ટર તેમજ નાના બાળકોને માત્ર ૧૦ રૂપિયામાં ફિઝીયોથેરાપીની સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતભરમાં સૌ પ્રથમ અત્યંત આધુનિક ટેકનોલોજી થી ભરપુર સાધન તાલુકાના લોકો માટે વસાવવામાં આવ્યું છે.

આજે હોસ્પિટલ ખાતે આ રોબોટિંગ મશીન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ સહીતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દ ન્યુઝ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment