હિન્દ ન્યુઝ, ભાવનગર
શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી તા. ૦૭ જુલાઈનાં રોજ ભાલ વિસ્તારનાં સવાઈનગર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી.
જેમાં ૨૫૧ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ તથા આ જ ગામની પ્રાથમિક શાળાની પુસ્તકાલય માટે ૭૫ પુસ્તકો ભેટ આપવામા આવ્યાં હતાં.
આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દ્વારા મળેલ મેડિકલ વેનનો વિશેષ ઉપયોગથી બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, રમેશભાઈ પરમાર, રેખાબહેન ભટ્ટ, પ્રીતિબહેન ભટ્ટ, દીપાબહેન જોષી તથા નિરમા લિમિટેડનાં દર્શનભાઈ પટેલ અને ગામનાં સરપંચ ભરતભાઈ તથા આચાર્ય વિશાલભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંકલન હિનાબહેન ભટ્ટ, રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી