રાજ્ય ધોરી માર્ગ-૬૨ કવાંટ – છોટાઉદેપુર – ઝોઝ – કેવડી પર સ્થિત વસવા અને સુકેત બ્રિજનું સુદ્રઢ મરામત કાર્ય પૂર્ણ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

    છોટાઉદેપુર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્રારા જાહેર જનતાની સલામતી અને સુવિધાઓ માટે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ – છોટાઉદેપુર – ઝોઝ – કેવડી માર્ગ પર આવેલા રાજ્ય ધોરી માર્ગ નં. ૬૨ પર સ્થિત વસવા અને સુકેત બ્રિજનું મરામત કામ ઈમરજન્સી વર્ક હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

સુકેત બ્રિજના નીચેના માળખામાં તથા સ્લેબ/બીમ ક્ષેત્રે દુરસ્તીની જરૂરિયાત જણાતાં વાહનવ્યવહારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે ઈમરજન્સી ગ્રાન્ટ હેઠળ મરામત કામગીરી મંજૂર કરવામાં આવી હતી.

આ મરામતની કામગીરી દરમિયાન જેસીબી, ટ્રેક્ટર ટ્રોલિ, એર પ્રેસર વેક્યુમ પમ્પ, જનરેટર, હિટાચિ, સ્ટીલ કટીન્ગ મશિન, હીટાચિ બ્રેકર સહિત ૨૫ લેબરો દ્વારા કામગીરી કરવામા આવી હતી. મરામત બાદ કવાંટ, છોટાઉદેપુર, ઝોઝ અને કેવડી તરફ આવતા-જતા વાહનચાલકો અને સ્થાનિક લોકો માટે આ માર્ગ પરથી અવરજવર માટે અત્યંત સુરક્ષિત અને સુગમ બન્યા છે.

Related posts

Leave a Comment