નાગરિકોની સુવિધા માટે શહેરમાં બે નવાં ‘’ સર્કલ જન સેવા કેન્દ્રો ’’ ઉભા કરવામાં આવ્યાં

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર શહેરની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ભાવનગર શહેરનાં નાગરિકોને ગુજરાત ડિજિટલ સેવા સેતુ હેઠળ જન સેવા કેન્દ્ર ખાતેની સેવાઓ તેમનાં રહેણાંકથી ઓછા અંતરે, ઝડપથી અને સરળતાથી ઉ૫લબ્ઘ થઇ શકે તે માટે ભાવનગર શહેરમાં નીચેનાં સ્થળોએ ‘’ સર્કલ જન સેવા કેન્દ્રો ’’ તા.૦૮/૦૭/૨૦૨૨નાં રોજ સવારનાં ૧૦-૩૦ કલાકથી શરૂ કરવામાં આવનાર છે.

ક્રમ સર્કલ જન સેવા કેન્દ્રનું સ્થળ સરનામુ જન સેવા કેન્દ્રમાં સમાવિષ્ટ વિસ્તાર/ગામ
૧. પશ્ચિમ ઝોનલ ઓફીસ,
ભાવનગર મહાનગરપાલીકા આખલોલ જકાતનાકા, માર્કેટીંગ યાર્ડ પાસે, ભાવનગર (૧) ચિત્રા (ર) ફુલસર (૩) નારી (૪) સીદસર (૫) ઇન્દીરાનગર(વરતેજ)
૨. પૂર્વ ઝોનલ ઓફીસ,
ભાવનગર મહાનગરપાલીકા રીંગ રોડ, સુમેરૂ સોસાયટી પાસે, ભાવનગર (૧) તરસમીયા (ર) રૂવા (૩) અઘેવાડા (૪) અકવાડા/નવા બંદર

આ જન સેવા કેન્દ્રો ખાતેથી જે તે વિસ્તાર/ગામોનાં નાગરીકોને (૧) આવકનાં પ્રમાણ૫ત્ર (ર) તમામ પ્રકારનાં જાતીનાં પ્રમાણ૫ત્ર (૩) નોન-ક્રીમીલેયર પ્રમાણ૫ત્ર (૪) ડોમીસાઇલ પ્રમાણ૫ત્ર (૫) બીન અનામત વર્ગનાં પ્રમાણ૫ત્ર (૬) આર્થિક રીતે નબળા વર્ગનાં પ્રમાણ૫ત્ર (૭) વિઘવા અંગેનું પ્રમાણ૫ત્ર (૮) ૫ગાર-પેન્શન-પીએફ-ગ્રેજયુઇટી માટે વારસાઇ સર્ટીફીકેટ (૯) સીનીયર સીટીઝનનું પ્રમાણ૫ત્ર (૧૦) ઘાર્મિક લઘુમતી અંગેનું પ્રમાણ૫ત્ર મેળવી શકશે, તથા વિવિઘ પ્રકારના સોગંઘનામા કરાવી શકશે.

આ સેવાઓ તા.૦૮/૦૭/૨૦૨૨થી ઉ૫રોકત વિગતેનાં સર્કલ જન સેવા કેન્દ્રો ખાતેથી તેમાં સમાવિષ્ટ કરેલ વિસ્તાર/ગામોનાં લોકો વિવિઘ પ્રમાણ૫ત્રો/સેવાઓ મેળવી શકશે, જયારે ભાવનગર શહેરનાં અન્ય વિસ્તારનાં નાગરીકો/અરજદારો ભાવનગર શહેરનાં વિદ્યાનગર ખાતે આવેલ સીટી મામલતદાર કચેરી ખાતેનાં જન સેવા કેન્દ્ર ખાતેથી રાબેતા મુજબ મેળવી શકશે તેમ સિટી મામલતદાર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment