હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્યભરમાં ૨૦ વર્ષના વિકાસની પ્રતીતિ કરવાતી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”ના બીજા દિવસે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસાર અને માળવા ગામમાં ગ્રામવાસીઓએ વિકાસ રથયાત્રાનું વરસતાં વરસાદ વચ્ચે ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના કળસાર અને માળવાના ગ્રામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં વિકાસયાત્રાની ઉજવણી રાજ્ય સરકારની તમામ લોકોપયોગી યોજનાઓથી લોકો વાકેફ થાય અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ તેનો લાભ મેળવી શકે તે માટે સરકાર તેમજ વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે તેની રજૂઆત કરવામાં આવી હતી.
આ તકે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મહુવા તાલુકા પંચાયતના સભ્યઓ, ગામના આગેવાનો, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી