પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ નો આજે જન્મદિવસ

હિન્દ ન્યુઝ, જસદણ

રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સદસ્ય અને જસદણ વિસ્તારના ખૂબ જ અનુભવી અને સિનિયર નિષ્ઠાવાન આગેવાન પંકજભાઈ ચાંવ નો આજે જન્મદિવસ છે. તેઓ ૦૭-૦૭-૧૯૭૨ ના રોજ જન્મેલ પંકજભાઈ વિદ્યાર્થી કાળથી જ સમાજ સેવા અને રાષ્ટ્રવાદ સાથે વણાયેલા સંકળાયેલા. જેવો જસદણ નગરપાલિકામાં ત્રણ ત્રણ વાર કારોબારી ચેરમેન તરીકે ચૂંટાઈ આવી અને સેવા આપેલ તેમજ ભાજપમાં શહેર મહામંત્રી તરીકે બે ટર્મ તેમજ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે એક ટર્મ રાજકોટ જિલ્લામાં નગરપાલિકા સેલના સહ કન્વીનર તરીકે પણ સેવા આપેલ. હાલ જસદણ શહેર ભાજપમાં કોરોના વેક્સિનેશનના ઇન્ચાર્જ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવેલ તેમજ સામાજિક રીતે ઇલેક્ટ્રોનિક એસોસિયેશનના પ્રમુખ, જસદણ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ તેમજ શિહોરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપે છે. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ અને ખુબ મોટું મિત્ર વર્તુળ ગ્રુપ ધરાવનાર પંકજભાઈ ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment