મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના વરદ હસ્તે રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે હિમો ડાયાલીસીસ વિભાગનું કરાયું ઇ-લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજપીપલા

                   ભારત સરકાર દ્વારા નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરાયેલ છે ત્યારે જિલ્લાના પ્રજાજનોને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહે તે હેતુસર આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી, શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી ઋષિકેશભાઇ પટેલ વડનગર અને આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર દાહોદના દેવગઢ બારીયા ખાતેથી ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” વર્ચ્યુઅલી તેમના વરદહસ્તે ઇ-લોકાર્પણ તેમજ રાજપીપલા નગરપાલિકાના ઉપ પ્રમુખ હેંમતભાઇ માંછીની ઉપસ્થિતિમાં રાજપીપલાની જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ વિભાગની તકતીનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ સિવીલ સર્જનડૉ. જ્યોતિબેન ગુપ્તા, તબીબી સ્ટાફ, આરોગ્યકર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. સિવીલ સર્જનડૉ. જ્યોતિબેન ગુપ્તાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશભાઇ પટેલ વડનગર ખાતેથી તેમજ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર દાહોદના દેવગઢ બારીયા ખાતેથી તેમના હસ્તે વર્ચ્યુઅલી રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” ઇ-લોકાર્પણ કર્યું છે. નર્મદા જિલ્લામાં સરકારની અનેકવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજપીપલાના શહેરી તેમજ તાલુકા અને ગ્રામ્યકક્ષાના લોકોને પણ હવે સમયસર અને ઝડપથી હિમો ડાયાલીસીસની સારવાર ઉપલબ્ધ થશે. આ સુવિધા દ્વારા કિડનીના દરદીઓને બરોડા અથવા સુરત જવું પડતું હતું તે હવે રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે સરળતાથી દરદીઓને સારવાર ઉપલબ્ધ થશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આધુનિક ડાયાલિસીસ સેન્ટર દ્વારા કિટનીના દરદીઓનું વજન પલ્સ, બીપી, ટેમ્પરેચર, કોઇ નવા સિમ્ટોમ્પ, લેબોટરી રિપોર્ટની સુવિધા સુલભ બનશે.રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે હાલમાં હિમો ડાયાલીસીસ વિભાગમાં ત્રણ મશીન કાર્યરત છે. આજદિન સુધીમાં ૯૧૪૪ જેટલાં પુરૂષો અને ૨૩૨૨ જેટલી મહિલા દરદીઓ સહિત કુલ-૧૧,૪૬૬ જેટલા દરદીઓને હિમો ડાયાલીસીસની સારવાર આપવામાં આવી છે. આ પ્રસંગે આરોગ્યદવિભાગના મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં આઇ.કે.ડી.આર.સી અમદાવાદ સંચાલિત ગુજરાત ડાયાલીસીસ વિભાગના યોજાયેલા ઇ-લોકાર્પણ કાર્યક્રમને સિવીલ સર્જનડૉ, જ્યોતિબેન ગુપ્તા, ફિઝીશીયત ડૉ.જે.એલ.મેણાત, PIU વિભાગના ડેપ્યુટી એક્ઝીયુટીવ એન્જીનીયર પરેશભાઇ પરમાર સહિત ઉપસ્થિત સહુ કોઇએ રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલના કેન્ટીન હોલ ખાતેથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

Related posts

Leave a Comment