દર માસે મોટી તુંબડીના બે બાળકો રૂ.૩૦૦૦ની સહાય મેળવશે

માતાપિતા છત્રછાયા ગુમાવનાર બાળકો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવો

હિન્દ ન્યુઝ, કચ્છ-ભુજ

           નોંધારાનો આધાર અને સરકાર મા-બાપ આ માત્ર શબ્દો નથી પણ સરકારની પ્રજા
પ્રત્યેની સંવેદના છે. જેમાં માતાપિતા ગુમાવેલ બાળકો માટેની પાલક માતાપિતા યોજના
બાળકો માટે દિપકનેત્ર સમાન છે. બાળ સુરક્ષા એકમ કચેરીના શબ્દોમાં જોઇએ તો “જાન્યુઆરી ૨૦૨૨ના દૈનિક વર્તમાનપત્રના માધ્યમથી મોટી તુંબડી ગામના પતિ-પત્ની બન્નેના આકસ્મિક અવસાનની વિગતો ધ્યાન પર આવતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગના જિલ્લા બાળ સુરક્ષા એક્મના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને સ્ટાફ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રાજય સરકારની પાલક માતા પિતા યોજનાનો લાભ આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. મોટી તુંબડી ગામના આ હતભાગી પરિવારની માહીતી મેળવી બાળકોના પાલકનો સંપર્ક કરવામાં આવેલ અને બાળકોના કાકા સાથે ટેલીફોનીક વાત કરી પાલક માતા પિતા યોજનાનીમાહીતી અને અરજી કરવા અંગેની સમજ આપવામાં આવેલ જેથી બાળકોના કાકાશ્રી દ્રારા જરૂરી આધાર-પુરાવા એકઠા કરીને તા.૧૦/૦૧/૨૦૨૨ના કચેરીનો સંપર્ક કરતા તેઓની અરજી સામાજિક કાર્યકર (મહિલા) દ્વારા કચેરી ખાતે જ ઓનલાઇન કરી આપવામાં આવેલ અને આ અરજી અન્વયે તા.૨૪/૦૧/૨૦૨૨ ના રોજ ઘર તપાસ રીપોર્ટ તૈયાર કરવામાં આવેલ ઘર તપાસ દરમ્યાન જાણવા મળેલ કે બાળકોના પિતાનુ તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ કંપનીમાં કામ કરતી વખતે હદય હુમલો આવવાથી અવસાન થયેલ જેના આઘાતમાં બાળકોએ બે જ દિવસમાં માતા અને પિતા બન્નેની છત્રછાયા ગુમાવવાનું જાણવા મળેલ. આ દંપતિના એક દિકરો જેની ઉંમર આશરે ૩ વર્ષ અને એક દિકરી જેની ઉંમર આશરે ૭ વર્ષ છે. દિકરી ધોરણ- ૨માં ગામમાં જ અભ્યાસ કરે છે અને પુત્રનું નામ આંગણવાડીમાં નોંધાયેલ છે. પાલક માતા પિતા યોજના અન્વયે બન્ને બાળકોની ઉંમર ૧૮ વર્ષ સુધી અભ્યાસ ચાલુ રહે તો દર માસે રૂ.૩૦૦૦ આર્થિક સહાય ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર મારફતે બેન્ક ખાતામાં મળવા પાત્ર છે. હવે દર માસે મોટી તુંબડીના બાઇકો પણ રૂ.૩ હજારની સહાય મેળવશે. જાન્યુઆરી ૨૦૨૨ માસમાં આવેલ તમામ અરજીઓની ઘર-તપાસો પુર્ણ થતા જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી એ.પી.રોહડીયાના અઘ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્શરશીપ એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમીટીની મીટીંગ તા.૨૮/૦૧/૨૦૨૨ ના કરવામાં આવેલ અને યોજનાના લાભ માટેની અરજીઓ અને ઘર તપાસ રીપોર્ટ વંચાણે લઇ ૧૦ (દશ) બાળકોની પાલક માતા પિતા યોજના અન્વયેની અરજીઓ મંજુર કરવામાં આવેલ જેમા કમીટીના સભ્ય પ્રબોઘભાઇ મુનવર, હમીરભાઇ આંબલીયા અને સભ્ય સચિવ અને જીલ્લા બાળ સુરક્ષા અઘિકાર વિપુલ ડોરિયા તથા કચેરીના પદમાબેન શ્રીમાળી ઉપસ્થિત રહેલ. કચ્છ જીલ્લામાં હાલમાં આ યોજનાનો કુલ-૪૫૨ બાળકો લાભ મેળવી રહેલ છે. માતાપિતા ગુમાવેલ બાળકોના પાલક દ્રારા બાળકોના ભરણપોષણ અને શિક્ષણનો ખર્ચમાં તકલીફ ના પડે અને બાળકો સારું શિક્ષણ મેળવી ખુબ આગળ વધશે તેવુ જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી દ્રારા જણાવવામાં આવેલ તેમજ આ યોજનાનો લાભ લેવા https://esamajkalyan.gujarat.gov.in પરથી અરજી થઇ શકશે તેમજ વઘુ માહીતી માટે જીલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ૪૦૨ બહુમાળીભવન ત્રીજો ભાળે, ભુજ-કચ્છ. ટેલીફોન નં.૦૨૮૩૨- ૨૫૨૬૧૩ પર સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment