હિન્દ ન્યુઝ, મહીસાગર
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત મોટી સરસણ જનની વિધાલય ખાતે સંતરામપુર તાલુકા પ્રમુખ શારદાબેન પટેલીયાના અધ્યક્ષ સ્થાને રથના વધામણા કર્યા હતા. ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સોવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસના ભાગરૂપે સમગ્ર રાજયમા ૫ મી જુલાઇથી મહીસાગર જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રાનો” શુભારંભ થયો હતો. આ પ્રસંગે સંતરામપુર તાલુકા પ્રમુખ શારદાબેન પટેલીયા એ જણાવ્યુ કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત તા.૧૯મી જુલાઇ સુધીમાં મહીસાગર જિલ્લાનના સર્વાંગી વિકાસને વેગ આપવા અનેક વિધ વિકાસ કામોના લોકાર્પણ – ખાતમુહુર્ત થવાના છે. એટલું જ નહીં પરંતુ સરકારના વિવિધ લોકોપયોગી યોજનાઓના લાભો સીધા જ લાભાર્થીઓને આપવામાં આવશે.
મહીસાગર જિલ્લાસ પંચાયતની તમામ સીટો અને ત્રણેયvનગરપાલિકા વિસ્તારમાં આ વંદે ગુજરાત વિકાસ યાત્રા બે રથના માધ્ય્મથી ફરશે. જે દરમિયાન સરકારના વિવિધ વિભાગો હસ્તતકના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. મોટી સરસણ ગામમા ગોઠીબડા તરફ જતા રોડથી આંગણવાડી તરફ સી સી રોડ નુ કામ,નવીન આંગણવાડી, આક્ષમ શાળાથી જેઠાભાઇ ધર તરફ માટી મેટલ રોડ,ઉસેરીયા તળાવ તરફતી લીમડા જતા રસ્તાનુ માટી મેટલ કામનુ લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. અને મોટી સરસણ સી.સી રસ્તાનુ ખાતમુહૂત કરવામા આવ્યુ હતુ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે વિવિધ લાભો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પછી મહાનુભાવોના હસ્તે વૃક્ષા રોપણ કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં, સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તલાટી, શાળાના આચાર્ય, વિધાથીઓ અને મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

