અમદાવાદની સાયન્સ સીટી ખાતે આજે ઐતિહાસિક મેગા ક્વિઝ કોમ્પીટીશનનું લોન્ચિંગ મુખ્યમંત્રી કરશે

હિન્દ ન્યુઝ, બોટાદ

આ “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ” 15 અઠવાડીયા ચાલશે જેમાં અંદાજે 25લાખથી વધુ વિદ્યાથીઓ ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પિટિશનમાં ધોરણ 9થી કોલેજ સુધીના તથા સામાન્ય નાગરીકો પણ ભાગ લઈ શકશે. પ્રથમ તબક્કામાં તાલુકા, નગરપાલિકા, વોર્ડ કક્ષાએ યોજાશે, બીજા તબક્કામાં જિલ્લા, મહાનગરપાલિકા કક્ષાએ તથા ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્યકક્ષાએ ક્વિઝ કોમ્પીટીશનનું યોજાશે. આ કોમ્પિટિશનમાં આશરે રુપિયા 25 કરોડના ઈનામોનું વિતરણ અને સ્ટડી ટુર કરાવવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નુ કરશે લોન્ચિંગ

– અમદાવાદ ખાતે યોજાશે ઐતિહાસિક મેગા ક્વિઝ કોમ્પીટીશન
– મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાયન્સ સીટી, અમદાવાદ ખાતેથી કરશે લોન્ચિંગ
– અંદાજિત ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તેવું આયોજન
– ધો.૯ થી ૧૨ અને કોલજમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ લઈ શકશે ભાગ
– આ ક્વિઝ સામાન્ય નાગરીકો પણ લઈ શકશે ભાગ
– ૧૫ અઠવાડિયા સુધી સતત ચાલશે ક્વિઝ
– પ્રથમ તબક્કામાં તાલુકા-નગરપાલિકા/વોર્ડ કક્ષાએ યોજાશે ઓનલાઈન ક્વિઝ
– દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ યોજાશે ક્વિઝ
– ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજાશે
– તાલુકા, જિલ્લા તેમજ રાજય કક્ષાએ આકર્ષક ઇનામોનું કરાશે વિતરણ
– આશરે રૂ. ૨૫ કરોડના ઈનામોનું વિતરણ તથા સ્ટડી ટૂર કરવામાં આવશે
– ગુજરાત સરકાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત કરશે
– રાજ્ય કક્ષાના વિજેતાઓને ત્રણ દિવસનો પ્રવાસ કરવામાં આવશે
– ભારતના પ્રવાસન સ્થળો, યાત્રાધામો, ઉદ્યોગ ગૃહોની મુલાકાત કરાવાશે

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment