દુબઇ પોલીસ અને ગવર્નમેન્ટે કર્યું સન્માન સમગ્ર ગુજરાત માટે ગૌરવ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોમેડીથી પોતાના કેરિયરની શરૂઆત કરનારા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. નીતિન જાની આજે ગુજરાતના દરેક ઘરમાં ઓળખાય છે, દરેક વ્યક્તિઅં મોઢે તેમનું નામ હાજર છે. ગુજરાતની અંદર તેમને જે લોકસેવાના કાર્યો કર્યા છે તેના માટે ગુજરાતીઓ તેમને દિલથી સલામ કરે છે. ત્યારે નીતિન જાનીના આ સેવાકીય કાર્યો માટે ફક્ત ગુજરાતીઓએ જ નહીં, પરંતુ દુબઇમાં પણ તેમનું ખાસ સન્માન કરાયું છે, નીતિન જાનીએ તેમના સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા જ કેટલીક તસવીરો શેર…
Read MoreDay: July 15, 2022
કચ્છમાં ૩૬માંથી ૨૩ રોડ રસ્તા યથાવત પુનઃ શરૂ કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ તાજેતરમાં કચ્છ જિલ્લામાં પડેલા વરસાદના પગલે કુલ ૩૬ રસ્તાઓ, નાના પુલ ખોરવાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગ પંચાયતની સઘન કામગીરીના પગલે હાલે ૨૩ રોડ રસ્તા, નાના પુલ પૂર્વવત થઇ ગયા છે તેમજ અન્ય ૧૩ રોડ રસ્તા પુલ રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે કચ્છમાં તૂટેલાં માર્ગોને યુધ્ધના ધોરણે ૨૮ જેસીબી, ૨૬ ડમ્પર, ૧૫ ટ્રેકટર, ૩ લોડર અને ૧ હીટાચી પોકલેન્ટ જેવા મશીનો સાધનોની મદદથી ૬૭ જેટલાં માનવબળે દિન પાંચમાં ૨૩ માર્ગો પૂર્વવત કરી જનસામાન્ય માટે કાર્યરત કરી દીધા છે. અબડાસા, નખત્રાણા,…
Read Moreઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ દિવસ ચાલનારા કોવિડ પ્રિકોશન ડોઝના અભિયાનનો આજે જિલ્લામાં ૨૨૬ સ્થળોએ પ્રારંભ કરાયો
હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર ધ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રુપે ૧પ/૭/૨૨ થી ૭૫ દિવસ માટે ૧૮ થી ૫૯ વર્ષની વય જુથના લાભાર્થીઓને ફ્રી કોવીડ પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરેલ. તે અનુસંધાને કચ્છ જીલ્લામાં પ્રથમ દિવસે કુલ રર૬ સ્થળોએ રસીકરણ સેશનનું આયોજન કરી વિવિધ મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવેલ. પ્રથમ દિવસના અંતે કુલ ૭૬૭૫ લાભાર્થીઓને રક્ષિત કરવામાં આવ્યા છે. આ અભિયાનનો શુભારંભ પ્રા.આ.કે. માધાપર ખાતેથી જીલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારાએ કરાવેલ. આ તકે તેમણે કોવિડ રસીનો પ્રિકોશન ડોઝ લેવાથી ઈમ્યુનીટી વધે છે અને નવા ઉભા થનાર…
Read Moreબોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યૂઝ, બોટાદ આજે બોટાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કલેકટર બી.એ.શાહની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજનાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના વિકાસને લઇને કલેક્ટરએ આ બેઠકમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચાવિચારણા કરી હતી. આ બેઠકમાં સેવાસેતુ કાર્યક્રમ હેઠળ કરાયેલી કામગીરી, સરકારી નાણાંની વસૂલાત, કચેરીમાં આવતા કાગળોની સ્થિતિ, પેન્શન કેસ અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સંકલનની બેઠકમાં લોકોની અરજીઓના…
Read Moreબોટાદ જિલ્લામાં તા.૧૮ થી ૨૨ જુલાઇ દરમિયાન લેવાનારી ધો-૧૦ તથા ધો-૧૨ ની પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ શહેર તથા જિલ્લામાં આગામી તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા.૨૨/૦૭/૨૦૨૨ દરમ્યાન ગુજરાત માધ્યમિક,ઉચ્ચત્તર માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ–૧૦ તથા ધોરણ-૧૨ ની જુલાઇ-૨૦૨૨ ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ધોરણ-૧૦ ની પરીક્ષાનો સમય સવારના ૧૦:૦૦ થી ૦૧:૧૫ કલાક અને ધોરણ–૧૨ ની સામાન્ય પ્રવાહ પરીક્ષાનો સમય બપોરના ૦૩:૦૦ થી…
Read Moreબોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યાને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
બોટાદ બોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યા અને લોકોની અવર જવર માટે ટુ-વ્હીલ તથા ફોર વ્હીલ વાહનોનો ઉત્તરોત્તર વધારો થવાના કારણે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રેલ્વે સ્ટેશન રોડ, અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતા વાહનોને ફકત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર-સતવારા બોર્ડીંગ થઇ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપં૫ સામેથી પાળીયાદ રોડ ઉ૫ર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઇલ બજાર –…
Read Moreધાંગધ્રા પીપલ્સ કો-ઓપરેટીવ બેંકની અપીલ નામંજૂર કરતી હાઇકોર્ટ બેંકની રૂપિયા 50,000 ની પેનલ્ટી ફટકારવામાં આવી
હિન્દ ન્યુઝ, ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ખૂબ ચર્ચા કિસ્સો ધાંગધ્રા પીપલ્સ કો-ઓપરેટીવ બેંકના કર્મચારીને નિયમો વિરુદ્ધ છુટા કરતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો ધી ધ્રાંગધ્રા પીપલ્સ કો ઓપ બેંકની અપીલ નામંજૂર કરતી હાઈકોર્ટે બેંકને રુ ૫૦ હજારની પેનલ્ટી ફટકારી વર્ષ ૨૦૨૧ માં અપીલ દાખલ કરવામાં આવી હતી નરેશકુમાર અગ્રવાલની સામે કરી હતી અપીલ ગુજરાત હાઇકોર્ટે ના નામદાર ન્યાય મુર્તી દ્રારા અપીલ ના મંજૂર કરવામાં આવી હતી અરજદારની વય મર્યાદા સુધીના તમામ હક આપવા નીચલી કોર્ટના હુકમને રાખ્યો યથાવત બેંકને રૂપિયા 50 હજારની પેનલ્ટી પણ ફટકારાઇ…
Read Moreવંદે ગુજરાત યાત્રાનું ગારીયાધાર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ગામડાઓમાં પણ ઉત્તમ સગવડો મળી રહી છે તેના મૂળમાં સુશાશન છે-ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી હિન્દ ન્યુઝ, ભાવનગર વંદે ગુજરાત યાત્રા ગારીયાધાર તાલુકા ખાતે પહોંચી હતી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં વંદે ગુજરાત યાત્રા આવી પહોંચતાં ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, મહામંત્રી કેતનબાપુ તેમજ નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ કાત્રોડીયાએ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આ યાત્રામાં તાલુકાના વરિષ્ઠ આગેવાનોએ પણ હાજરી આપી હતી. આ અવસરે ધારાસભ્યએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ધભાઇ મોદીના પ્રયત્નોથી આજે આપણને રોડ, રસ્તા, ગટર, પાણી અને શિક્ષણ જેવી ઉત્તમ વ્યવસ્થાઓ મળી છે.…
Read Moreઘરમાં જ રહેલી વસ્તુઓ દ્વારા કેવી રીતે સ્વબચાવ કરી શકાય તે અંગે એન.ડી.આર.એફ ની ટીમે સમજણ આપી
હિન્દ ન્યુઝ, પાલિતાણા અત્યારે ચોમાસાની ઋતુ પૂરજોશમાં છે સમગ્ર રાજ્ય ભરમાં મેઘો મન મૂકીને વર્ષી રહ્યો છે અનેક વિસ્તારો જળ બંબાકાર થયાં છે કુદરતના આ રોદ્ર રૂપને ખાળવા માટે તંત પણ સજ્જ બન્યું છે ગુજરાત રાજ્યમાં જે જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ છે રાજ્ય સરકાર દ્વારા એન. ડી. આર, એફ. અને એસ. ડી. આર. એફ. ની ટીમો ફાળવવામાં આવી છે ભાવનગર જિલ્લામાં પણ આવી એક એન. ડી. આર. એફ. ની. ટીમ રાહત અને બચાવનાં પગલાઓ માટે જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને રાહત અને બચાવ અંગેની જાગૃતિ લાવવા માટે સક્રિય છે. ગઈ…
Read Moreભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા તા.૨૭ થી ૩૦ જુલાઇ દરમ્યાન વિવિધ તાલુકાઓમાં વાહન ફિટનેસ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર તાજેતરમાં સરકારની નવી ગાઇડલાઇનને ધ્યાને લઇ રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીનું નિયમિત કામકાજ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂ વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત તા.૨૭ થી ૩૦ જુલાઇ દરમ્યાન વિવિધ તાલુકાઓમાં વાહનોના ફિટનેસ માટે કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં તા.૨૭ નાં રોજ મહુવા ખાતે, તા.૨૯ નાં રોજ તળાજા ખાતે તેમજ તા.૩૦ નાં રોજ પાલીતાણા ખાતે સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન સરકારી વિશ્રામગૃહ ખાતે વાહન ફિટનેસ માટે લોકોએ હાજર રહેવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, ભાવનગરની યાદીમાં જણાવવામાં…
Read More