આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ દિવસ ચાલનારા કોવિડ પ્રિકોશન ડોઝના અભિયાનનો આજે જિલ્લામાં ૨૨૬ સ્થળોએ પ્રારંભ કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ

     ભારત સરકાર ધ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રુપે ૧પ/૭/૨૨ થી ૭૫ દિવસ માટે ૧૮ થી ૫૯ વર્ષની વય જુથના લાભાર્થીઓને ફ્રી કોવીડ પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરેલ. તે અનુસંધાને કચ્છ જીલ્લામાં પ્રથમ દિવસે કુલ રર૬ સ્થળોએ રસીકરણ સેશનનું આયોજન કરી વિવિધ મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવેલ. પ્રથમ દિવસના અંતે કુલ ૭૬૭૫ લાભાર્થીઓને રક્ષિત કરવામાં આવ્યા છે. આ અભિયાનનો શુભારંભ પ્રા.આ.કે. માધાપર ખાતેથી જીલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારાએ કરાવેલ. આ તકે તેમણે કોવિડ રસીનો પ્રિકોશન ડોઝ લેવાથી ઈમ્યુનીટી વધે છે અને નવા ઉભા થનાર વેરીયેન્ટ સામે રક્ષણ મળે છે તેવું જણાવી સૌએ ૭૫ દિવસમાં આ રસીનો ડોઝ મેળવી લેવા અપીલ કરી હતી. તેઓની સાથે તાલુકા પંચાયત ભુજના સદસ્યો તેમજ આરોગ્યના અધિકારી કર્મચારીઓ હાજર રહેલ. કલેકટર કચેરી ખાતેથી જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, અધિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફુલમાલી દ્વારા અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ. આ તકે કલેકટરએ આગામી ૭૫ દિવસ સુધી કચ્છ જીલ્લાના વિવિધ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે આ ઝુંબેશ ચાલુ રહેશે જેનો લાભ લેવા જણાવ્યું હતું. આઈએમએ હોલ ખાતે ડો. હેમાલીબેન ચંદે પ્રમુખ આઈએમએ ભુજની સાથે ડો. પ્રફુલ્લા ભીંડેએ અભિયાનનો શુભારંભ કરાવેલ. આ તકે તેઓએ જણાવેલ કે હાલે ફરી કોવિડના કેસોની સંખ્યા વધી રહી છે. જે ધ્યાને લઈ તેમજ સરકાર જનસમુદાય માટે આટલુ મોટું કાર્ય કરતી હોય તો આપણે સૌએ પણ યોગ્ય સહકાર આપી રસીનો પ્રિકોશન ડોઝ લઈ લેવા અનુરોધ કર્યો હતો. ભુજ નગરપાલિકા ખાતેથી ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકર, પોલીસ હેડકવાર્ટર ખાતેથી ડીવાયએસપી ચૌહાણ, સુખપર પ્રા.આ.કે. ખાતેથી ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, જિલ્લા પંચાયત કચેરી-ભુજ ખાતેથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢકે, સેશન કોર્ટ ભુજ ખાતેથી ચીફ જજએ, શહેરી મામલતદાર કચેરી ખાતેથી મામલતદાર કલ્પનાબેન ગોંડીયા, ગ્રામ્ય મામલતદાર ખાતે નાયબ મામલતદાર, નાયબ નિયામક કચેરી ખાતેથી એ.જે. ખત્રી, આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડેન્ટ, અર્બન હેલ્થ સેન્ટર ભુજ-૩ ખાતેથી શીતલભાઈ શાહ સામાજીક આગેવાન, અર્બન હેલ્થ સેન્ટર ભુજ-ર ખાતેથી  યાકુબભાઈ હાકડા સામાજીક આગેવાન, અર્બન હેલ્થ સેન્ટર ભુજ-૧ ખાતેથી ડો. અમીન અરોરા, ડી.કયુ.એ.એમ.ઓ, જીલ્લા પંચાયત હાજર રહી ભુજ શહેરના વિવિધ સ્થળે આ અભિયાનનું શુભાંરભ કરેલ. ગાંધીધામ ખાતેથી ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે શુભાંરભ કરવામાં આવેલ. આ પ્રસંગે ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી રોશન ગોયલ મારવાડી યુવા અધ્યક્ષ, તેમજ અન્ય મહાનુભવો અને આરોગ્યના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. તાલુકાના ગડપાદર હેલ્થ એન્ડ વેલ્નેશ ખાતેથી ભરતસિંહ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ ગાંધીધામ એ શુભારંભ કરાવ્યો હતો. ભચાઉ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ અભિયાનનો શુભાંરભ ભચાઉ નગરપાલિકા પ્રમુખશ્રી કલાવંતીબેન જોષી સાથે તાલુકા આરોગ્ય અધિકારી તેમજ અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર ભચાઉ હાજર રહી અભિયાનનો શુભારંભ કરાવેલ. કચ્છ જીલ્લાના ગામડે ગામડે સરપંચઓ તેમજ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી આ અભિયાનની શુભારંભની ઘડીના ભાગીદાર થયેલ અને અભિયાનને સફળ બનાવવા યથાપ્રયત્ન કરેલ આ અભિયાન આવનારા ૭૫ દિવસ સુધી ચાલવાનું હોઈ બીજા ડોઝના ૬ મહિના પુર્ણ થયે નજીકના આરોગ્ય કેન્દ્નની મુલાકાત લઈ રજીસ્ટર મોબાઈલ નંબર મારફતે પ્રિકોશન ડોઝ મેળવી લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે આરોગ્ય વિભાગ વતી વિનંતી કરી છે.

Related posts

Leave a Comment