UGVCI ની બેદરકારી થાંભલા પર વીંટળાયેલ વેલા દુર કરવા તંત્ર ની આળસ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

         લાખણી નાં કુંડા થી કોટડા રસ્તા પાસેના ઇલેક્ટ્રિક થાંભલા પર જંગલી વેલ ચઢવાથી શોર્ટસર્કિટ થવાનો ભય. લાખણી તાલુકાનાં કુંડા તથા કોટડા ગામનાં વિભાગ વીજ કનેકશનનાં થાંભલા ઉપર લીલા વેલા, લીમડા, બાવળ સાથે ગુંચલની જેમ દેખાઈ રહ્યા છે. જીઈબીના હેલ્પર અધિકારીઓની આંખે દેખાવાની જાણે રાહ જોઈને ઉભેલા દેખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

          વાત કરવા માં આવે તો લાખણી તાલુકાના અનેક ગામડા ના રોડેરોડે ઠેરઠેર ચાલુ વીજે ડી.પી તથા થાંભલા પર વેલા ઝાડ ગુંચવાયેલ જોવા મળી રહ્યા છે, ત્યારે જાણે વીજ ખાતાના અધિકારીઓના વિભાગમાં આવા થાંભલા ઉપરથી વેલા કે ઝાડ ઉતારવામાં આવતું ન હોય તેવું લાગી રહ્યું છે. આવા થાંભલા રોડ પર હોવા છતાં વીજ ખાતાના અધિકારીઓને આંખે ના દેખાતા હોય તેવું લાગે છે. ત્યારે લોકો નું કેહવું છે કે ગમે ત્યારે વીજ પાવર નુકસાન કરી શકે તેવો ભય દેખાઈ રહ્યો છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment