હિન્દ ન્યૂઝ, દિયોદર
૨૬ મી જાન્યુઆરી એટલે ૭૨ માં પ્રજાસતાક દિન ની સમગ્ર જિલ્લા ના ઉજવણી કરવામાં આવી છે. જેમાં દિયોદર મામલતદાર કચેરી ખાતે દિયોદર નાયબ કલેકટર એમ કે દેસાઈ ના અધ્યક્ષ સ્થાને ધ્વજ ફરકાવી ૭૨ માં પ્રજાસત્તાક દિન ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાયબ કલેકટર દ્વારા ૨૬ મી જાન્યુઆરી વિશે લોકો ને જાગૃત કરવા માહિતી અપાઈ હતી.

જેમાં વર્તમાન સમય કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે. જેમાં કોરોના વોરિયર ને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે દિયોદર પૂર્વ ધારાસભ્ય કેસાજી ચૌહાણ, મામલતદાર કે કે ઠાકોર, બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશભાઈ વ્યાસ, તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, કનુભાઈ પઢીયાર, પી.એસ.આઈ. એસ.કે.પરમાર, ફોરેસ્ટર ઓફિસ મહેન્દ્રસિંહ વાઘેલા સહિત તાલુકા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

