પ્રધાનમંત્રી માતૃત્વવંદના યોજના  અંતર્ગત રૂ.૫ કરોડની સહાયનો ૯૭૦૦ લાભાર્થીઓએ  લાભ લીધો

હિન્દ ન્યુઝ, ભુજ

      રાજ્યમાં કુપોષણ અને એનિમીયાથી થતી બીમારી, માતા મરણ અને બાળમૃત્યુના દરમાં ઘટાડો કરવાના આશયથી રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોની માતાઓના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર કસ્તુરબા પોષણ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે. ગુજરાત રાજયમાં રાજય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ તથા શહેરી વિભાગના દ્વારા જાહેર કરાવેલ ગરીબી રેખા હેઠળ કુટુંબોની સગર્ભા માતાઓ માટે આ યોજના વર્ષ ૨૦૧૧-૧રમાં સરકાર દ્વારા ગુજરાત રાજયમાં ચાલુ કરવામાં આવી છે. કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત ઘણા બધા લાભો મળે છે જેવાં કે સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂ.ર૦૦૦ ની સહાય મળે છે, સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ.૨૦૦૦ની સહાય, બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧ર મહિના મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન એ આપ્યા બાદ સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ.ર૦૦૦ ની સહાય આપવામાં આવી છે. આમ કુલ રૂ.૬૦૦૦ સહાય દરેક લાભાર્થી માતાઓને ત્રણ પ્રસુતિ સુધી  મળશે.

     આ બધા લાભો લેવા માટે લાભાર્થીઓએ મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એફ.એચ. ડબલ્યુ.બેન પાસે નોંધણી કરાવવી. જે તે વિસ્તારના આશાબહેન, ફિમેલ હેલ્થ વર્કર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના આરોગ્ય કાર્યકરનું સંપર્ક કરવાનું રહેશે.

     આયોજનનો લાભ જે તે વિસ્તારના સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા નિયત ફોર્મ ભરવાનું રહેશે. મંજુર થયેથી નાણાં સીધા લાભાર્થીના બેન્કખાતામાં ,પોસ્ટ ઓફિસના ખાતામાં જમા થશે. જેથી લાભાર્થીએ બેન્કના ખાતા નંબર આપવાના રહેશે. વર્ષ ૨૦૧૯-૨૦ તથા ૨૦-૨૧ અને ૨૧-૨૨માં કુલ રૂ.૪,૪૦,૨૭૦૦૦ની સહાય કરેલ છે અને છેલ્લા વર્ષમાં અપ્રિલ-૨૦૨૧ થી ઓગસ્ટ-૨૦૨૨ સુધી કુલ ૬૨૩૯ એ લાભ લીધેલ છે.

      પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પ્રથમવાર ગર્ભવતી થનાર મહિલાઓ માટે  વરદાનરૂપ છે. જાન્યુઆરી-૨૦૧૭માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં અત્યાર સુધી સમગ્ર ભારતમાં  લાખો-કરોડો મહિલાઓ રજિસ્ટ્રેશન કરાવી તેનો લાભ મેળવી રહી છે. કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં રૂ. ૫૦૦૦ની સહાય આપી રહી છે. આ યોજનાનો લાભ મેળવવા  તમામ APL/BPL લાભાર્થીઓને મળવાપાત્ર છે, આ યોજનાનું લાભ પ્રથમ પ્રસુતિ સુધી સીમિત છે. કુલ રકમ રૂપિયા ૬૦૦૦ મળવાપાત્ર છે.

    PMMVY યોજનામાં  વર્ષ ૨૦૨૨માં છેલ્લા ૬ મહિનામાં ૯૭૦૦ લાભાર્થીઓએ આ યોજનાનું લાભ લીધેલ છે. જેની પાછળ પ્રતિ લાભાર્થી  રૂ.૬૦૦૦ નો લાભ મળી રૂ.૫ કરોડ ની સહાયનો લાભ આપવામાં આવેલ છે.

    માતૃવંદના યોજના- ૨૦૨૧ અંતર્ગત કેન્દ્ર સરકારે અરજીની પ્રક્રિયાને ઓનલાઇન કરી દીધી છે. એટલે કે લાભાર્થી જાતે જ ઓનલાઇન અરજી કરી શકે છે. તેના માટે સૌથી પહેલા લાભાર્થીને www.Pmmvy-cas.nic.in પર લોગિન કરીને અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા ઓનલાઇન છે. જેથી ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી કરી શકાશે. કચ્છ જિલ્લાના લાભાર્થીઓએ આરોગ્યની બધી જ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. ઓ. માઢક દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

Leave a Comment