હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજસ્થાને 25-21, 25-18, 25-12નો સ્કોર નોંધાવ્યો હતો. પશ્ચિમ બંગાળની ટીમે તામિલનાડુને 3-0થી એટલેકે, 25-17, 26-24, 25-21થી હાર આપી હતી. અન્ય એક ક્વાટર ફાઇનલ મેચમાં કેરળની ટીમે પણ કર્ણાટકને 3-0થી સીધા સેટોમાં હાર આપી હતી. કેરળનો સ્કોર હતો, 25-20, 25-20, 26-24.
મેન્સ વિભાગની ક્વાટર ફાઇનલ મેચોમાં હરિયાણાએ રોમાંચક તબક્કામાં સર્વિસીઝને 3-2થી પરાસ્ત કર્યુ હતુ. સ્કોર 27-25, 37-39, 25-16, 23-25, 15-11 રહ્યો હતો. રાજસ્થાને પંજાબને 3-1થી, 25-18, 22-25, 25-17, 25-19થી પરાજય આપ્યો હતો. કેરળની ટીમે આસાન મેચમાં કર્ણાટક ને 29-27, 25-21, 25-14 એટલે કે, 3-0થી હાર આપી હતી.
અગાઉ રવિવારે મોડી સાંજે અંતિમ લીગ મેચમાં ગુજરાતની ટીમે 3-2થી પંજાબને હાર આપી હતી.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી
