હિન્દ ન્યુઝ, ભુજ
આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, ભુજ તથા શ્રી આશાપુરા માતાજી મંદિરના સંયુક્ત ઉપક્રમે તા.૧૧/૧૦/૨૦૨૨ મંગળવારે સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ કલાકે શ્રી આશાપુરા માતાજી મંદિર ભુજ ખાતે સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન-ચિકિત્સા કેમ્પનું નિ: શુલ્ક આયોજન કરેલ છે.
જેમાં જન્મ થી ૧૨ વર્ષ સુધીના બાળક્ને શારિરીક-માનસિક વિકાસ અર્થે શ્રેષ્ઠ (સુવર્ણ યુક્ત ઔષધીના) સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. કિશોરીઓ તથા બહેનોની માસિકને લગતી સમસ્યા તથા ગર્ભીણી/ ધાત્રીને ખાસ પ્રકારની શક્તિ વર્ધક તેમજ રક્તવર્ધક ઔષધો આપવામાં આવે છે. તમામ પ્રકારના રોગોનું, આયુર્વેદ/ હોમિયોપેથી પધ્ધતિથી નિદાન તથા સારવાર મફત કરવામાં આવશે. સીનીયર સીટીઝન કેર માટે સિનિયર સીટીઝનને શક્તિવર્ધક રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે, શરદી-ખાસી-તાવ-કળતર-સાંધાના દુ:ખાવા માટે રોગ પ્રતિકારક શકિત વર્ધક અમૃતપેય ઉકાળાનું પાન સ્વાસ્થ્ય જાળવવા તેમજ રોગનુસાર યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લેવા વૈદ્ય પંચકર્મ બર્થાબેન પટેલ ,સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.