રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૪૦૨ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ,  રાજકોટ

        રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં  આવે છે. તા.૩૦/૦૯/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો સંતકબીર રોડ, છપ્પનીયા ક્વાર્ટર, શક્તિ સોસાયટી તથા આજુબાજુમાંથી ૨૩(તેવીસ) પશુઓ, વેલનાથ, કોઠારીયા ગામ, ડ્રીમલેન્ડ, ખોડલધામ સોસાયટી, તિરૂપતિનગર, ગાયત્રીનગર, ગીતાજલિ પાર્ક વિગેરે વિસ્તારોમાંથી૪૫(પીસ્તાળીસ) પશુઓ, ગાંધીગ્રામ, ભારતીનગર,  મોચીનગર, અક્ષરનગર તથા આજુબાજુમાંથી ૩૧(એકત્રીસ) પશુઓ, રૈયાગામ, મુંજકા, મીરાનગર, તથા આજુબાજુમાંથી ૨૯(ઓગણત્રીસ)  શેઠનગર, શિતલપાર્ક, ઘનશ્યામનગર, મારૂતિનંદન તથા આજુબાજુમાંથી ૩૮(આડત્રીસ) પશુઓ, પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, ગંગોત્રી પાર્ક તથા આજુબાજુમાંથી ૨૨(બાવીસ) પશુઓ, જડેશ્વર સોસાયટી, માધવ વાટીકા સોસાયટી, ગોકુલ પાર્ક, માનસરોવર તથા આજુબાજુમાંથી ૧૦ (દસ) પશુઓ, જય જવાન જય કિશાન, ગાંધી સ્મૃતિ, મોરબી રોડ, રણછોડનગર તથા આજુબાજુમાંથી ૧૭(સત્તર) પશુઓ, મનહરપુર, અયોધ્યા રેસીડેન્‍સી, જે.કે. ચોક તથા આજુબાજુમાંથી ૨૩(તેવીસ) પશુઓ, આજી ડેમ, શ્યામ પાર્ક સોસાયટી, ગોંડલ રોડ, કોઠારીયા સોલવન્‍ટ તથા આજુબાજુમાંથી ૨૮(અઠ્ઠાવીસ) પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૪૦૨ પશુઓ પકડવામાં આવેલ છે.

Related posts

Leave a Comment