દિયોદર ખાતે પ્રથમ વખત તમામ સંગઠનો એક થઈ વિશેષ આયોજન કર્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

              રક્તદાન એ મહાદાન રક્તદાન કરવું તે ખૂબ જ જરૂરી છે. તેના ભાગ રૂપે આજે પ્રથમ વખત ૨૬ મી જાન્યુઆરી ૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે એક વિશેષ આયોજન સાથે દિયોદર શાળા નંબર ૨ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ આગેવાનો અને દરેક સંગઠન ના પ્રમુખ અને મંત્રી દ્વારા દીપ પ્રાગટય કરી બ્લડ ડોનેશન કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં વહેલી સવારે સમગ્ર દિયોદર તાલુકા માંથી અને શહેર માંથી સોસીયલ ડિસ્ટન સાથે લોકો રક્તદાન કરવા પોહચ્યા હતા. જો કે આ વખતે સમગ્ર સંગઠન એક મંચ પર રહી દિયોદર સમરસતા રક્તદાન શિબિર નું આયોજન કર્યું હોવાથી આ રક્તદાન શિબિર માં મહિલા ઓ પણ જોડાઈ હતી અને રક્તદાન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

                 જેમાં રક્તદાન શિબિર માં ૨૫૧ જેટલી બોટલો એકત્રિત કરાઈ હતી. જે તમામ બોટલો પાટણ એસ કે બ્લડ બેન્ક માં મુકવામાં આવ્યું હતું. જો કે આજે યોજવામાં આવેલ બ્લડ ડોનેશન કેમ્પ માં બંને પક્ષ દ્વારા પણ સમરસતા રાખી રક્તદાન શિબિર માં ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આ શિબિર માં આયોજક સંગઠન દ્વારા દિવસ દરમિયાન ખડેપગે રહી આ રક્તદાન શિબિર સફળ બનાવી હતી અને તમામ રક્તદાતા નો આભાર વ્યક્ત કરી પ્રમાણ પત્ર અને થર્મોકોલ બોટલ આપી સન્માનિત કરાયા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment