ગામડાઓમાં પણ ઉત્તમ સગવડો મળી રહી છે તેના મૂળમાં સુશાશન છે-ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી
હિન્દ ન્યુઝ, ભાવનગર
વંદે ગુજરાત યાત્રા ગારીયાધાર તાલુકા ખાતે પહોંચી હતી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં વંદે ગુજરાત યાત્રા આવી પહોંચતાં ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, મહામંત્રી કેતનબાપુ તેમજ નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ કાત્રોડીયાએ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આ યાત્રામાં તાલુકાના વરિષ્ઠ આગેવાનોએ પણ હાજરી આપી હતી.
આ અવસરે ધારાસભ્યએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ધભાઇ મોદીના પ્રયત્નોથી આજે આપણને રોડ, રસ્તા, ગટર, પાણી અને શિક્ષણ જેવી ઉત્તમ વ્યવસ્થાઓ મળી છે. પહેલાં ઘણી મુશ્કેલીઓ હતી પરંતુ આજે ગામડામાં પણ આ તમામ સગવડો પહોંચી ચૂકી છે. આ તમામની પાછળ સુશાશન રહેલું છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં ૨૫ વર્ષથી સેવાનો જે યજ્ઞ આદર્યો છે તેના મીઠા ફળ આજે છેવાડાના માનવીને મળી રહ્યાં છે. આ સમગ્ર કાર્યક્રમ ગારીયાધાર તાલુકાની કેન્દ્રવર્તી એમ.ડી. પટેલ શાળાના મેદાનમાં યોજાયો હતો. આ તકે ગારીયાધાર તાલુકાના લોકો પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસરે અનેક યોજનાઓના લાભ વિશેની જાણકારી આપવામાં આવી હતી અને યોજનાના લાભોનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં વંદે ગુજરાત યાત્રા આવી પહોંચતાં મહામંત્રી કેતનબાપુ તેમજ નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ કાત્રોડીયા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ગારીયાધાર નગરપાલિકાના સદસ્યો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી