હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદજિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનુ કે ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે સરકારશ્રીના બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે રૂ. ૩ લાખની સહાય, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી/શેડ કવરની યોજના, રક્ષિત ખેતી માટેની યોજનાઓ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેંટની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટેની સહાય વગેરે યોજનાઓ માટે ખેડૂતો અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ હાલ ખુલ્લુ મુક્વામા આવ્યું છે.
આ વિગત ધ્યાને લઇ લાભ લેવા માંગતા ખેડુતભાઇઓએ આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) માં મોબાઇલ, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ પોતાની સહી કે અંગુઠાનું નિશાન કરી જરૂરી સાધનિક કાગળો સાથે સમય મર્યાદામાં બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. સામાન્ય રીતે, ખેડુતભાઇઓ અરજી કર્યા બાદ પ્રિન્ટ કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી નામંજુર કે સહાય મેળવવામાં વિલંભ થતો હોય છે જે બાબત ધ્યાને લેવા અને વધુ માહિતી માટે ફોન નં.- ૦૨૮૪૯-૨૭૧૩૨૧ ઉપર અથવા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, એ/એસ/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદનો સંપર્ક સાધવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજ્ય ડણીયા, બોટાદ