બોટાદ PGVCL વર્તળ કચેરી દ્વારા કોર્પોરેટ ઓફીસ ડ્રાઈવ યોજાઇ : જિલ્લાના ૨૦૬૦ વીજ કનેક્શનો પૈકી ૩૪૪ વીજ ચોરી કરતા વીજ ગ્રાહકોને અંદાજે રૂ.૯૦.૭૨ લાખનો વીજચોરીનો દંડ ફટકારાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર આર.જી.ગોવાણીના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં તા.૪ થી ૮ મી જુલાઇ,૨૦૨૨ દરમિયાન કોર્પોરેટ ઓફીસ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં બોટાદ-૧/૨, બોટાદ ગ્રામ્ય, ગઢડા-૧, ગઢડા-૨ બરવાળા, પાળીયાદ, રાણપુર, ઢસાની સાથોસાથ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ તેમજ એસઆરપી અને વિડીયોગ્રાફરને સાથે રાખી ૧૩૭ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન ૨૦૬૦ વીજ કનેક્શનો પૈકી ૩૪૪ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી પાડતા અંદાજે રૂ.૯૦.૭૨ લાખની વીજચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

PGVCL ના અધિક્ષક ઈજનેર તરફથી વધુમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લામાં વીજ ચોરીનું પ્રમાણ વધારે હોવાથી ભવિષ્યમાં પણ વીજચોરી ઝડપવાની સઘન ઝુંબેશ ચાલુ રખાશે અને વીજચોરોને બક્ષવામાં નહિ આવે. બોટાદ જીલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા બોટાદના અધિક્ષક ઇજનેર દ્વારા જાહેર અપીલ કરાઇ છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment