શ્રાવણ કૃષ્ણ અમાવસ્યા પર સોમનાથ મહાદેવને અન્નકૂટ દર્શન શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ

શ્રાવણ માસની અમાસના અવસરે શ્રાવણ રૂપી શિવોત્સવનું સમાપન સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગાર સાથે કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ઠાન સાથે અન્નકૂટ ભોગ ધરાવવામાં આવે છે. 

જે રીતે આહારમાં વિવિધ પ્રકારના સ્વાદરસ રુચિ ઉત્પન્ન કરે છે તેજ રીતે જીવનમાં વિવિધ તબક્કાઓ અને પડકારો ચડતી અને પડતી ઉત્સાહ જાળવી રાખે છે. પણ જીવનની દરેક પરિસ્થિતિને મહાદેવનો પ્રસાદ માની અને સ્વીકારીને આગળ વધવુ એજ મનુષ્યનું કર્મ છે તેવો સંદેશ અન્નકૂટ શ્રૃંગારના માધ્યમથી આપવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment