આજે ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાનું પ્રથમ પેપર: બોટાદ જિલ્લામાં ધોરણ 10ના 1455 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના કુલ 8 વિદ્યાર્થીઓ પુરક પરીક્ષામાં હાજર રહ્યા

હિન્દ ન્યુઝ, બોટાદ

જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)પુરક પરીક્ષા જુલાઈ-2022ના આજે પ્રથમ દિવસે બોટાદ જિલ્લામાં કુલ 1654 વિદ્યાર્થીઓમાંથી 1455 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને 199 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં કુલ 9 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. ધોરણ 10ની પરીક્ષા કુલ 6 પરીક્ષા બિલ્ડીંગમાં અને ધોરણ 12ની પરીક્ષા 1 બિલ્ડીંગમાં લેવાઈ હતી.

Related posts

Leave a Comment