ચોટીલામાં ૩૦૦ કલમી કેસર આંબા અને અન્ય રોપાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું, લોકો એ મન મુકીને ખરીદ્યા

હિન્દ ન્યુઝ, ચોટીલા

નવરંગ નેચર કલબ રાજકોટ અને રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા ના સંયુક્ત ઉપક્રમે ચોટીલામાં ચોમાસાની ૠતુને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે કેસર કલમી આંબા, કાલીપતિ ચીકુ તેમજ અન્ય ફળાઉ તથા છાંયો આપે તેવા રોપાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ વધે આજના મોંઘવારી ના સમયમાં લોકોને સસ્તા રોપા મળી રહે તેવા હેતુથી આંકોલવાડી નજીક આવેલા આંબાના બગીચા માંથી કલમી રોપા લાવી ફક્ત ૧૦૦ રૂપિયામાં વિતરણ કરવામાં આવ્યું હતું. સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી ચાલેલા વિતરણ માં ચોટીલાના પર્યાવરણ પ્રેમીઓએ ભારે ઉત્સાહથી રોપાની ખરીદી કરી હતી. તેમજ આંગણે વાવો શાકભાજી યોજના અંતર્ગત તમામ શાકભાજી ના બિયારણ ફક્ત ૫ રૂપિયામાં વહેંચવામાં આવ્યા હતા તેમજ શુદ્ધ મધ, અળસીયાનું ખાતર, કોકોપીટનું ખાતર, મોગરો, ક્રોટોન, જાસૂદ, કદમ, ફણસ, ફાલસા જેવા રોપાઓનું રાહતભાવે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે ચોટીલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.એમ મકવાણા, ઝાલાવાડ ની વાત ન્યુઝ પેપરના તંત્રી કિરીટભાઈ ખવડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી.બાલા સાહેબ, રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસીનખાન ડી. પઠાણ, ઉપ પ્રમુખ મેહુલભાઈ ખંધાર, જીતેન્દ્રસિંહ જાડેજા, મોઇનખાન પઠાણ, જ્યોતિબેન સીતાપરા વગેરે એ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર : અજિત ચાંવ, ચોટીલા 

Related posts

Leave a Comment