બોટાદમાં જિલ્લાકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશે: યુવાનોમાં કલા પ્રત્યે રૂચિ બહાર લાવવા અને તેમના સ્વપ્નોને સાકાર કરવાના ઉદેશ્યથી આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગરના ઉપક્રમે બોટાદ જિલ્લાના યુવાનોમાં કલા પ્રત્યે રૂચિ બહાર લાવવા અને તેમના સ્વપ્નોને સાકાર કરવાના ઉદેશ્ય સાથે જિલ્લાકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત કચેરી, બોટાદ તથા શ્રી કે.ડી.પરમાર વિદ્યાલય- કિનારાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર છે.

આ યુવા ઉત્સવ સ્પર્ધામાં અભ્યાસ કરતા કે ન કરતા ૧૫થી ૨૯ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. જેમા અ વિભાગ, બ વિભાગ અને ખુલ્લા વિભાગ મળીને જુદી-જુદી વકતૃત્વ સ્પર્ધા (ગુજરાતી અને હિન્દી), નિબંધ સ્પર્ધા,પાદપૂર્તિ,ગજલ-શાયરી લેખન,કાવ્ય સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું ફોર્મ અને વધુ માહિતી માટે કે.ડી. પરમાર શાળાના શિક્ષક મેર ઘનશ્યામભાઈને રૂબરૂ અથવા મોબાઈલ નંબર 9909795498 પર તા.31 જુલાઈ સુધીમાં સંપર્ક સાધવાનો રહેશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment