પાલીતાણા તાલુકાની ખારો નદી ઉપર આવેલ ચૌંડા નાની સિંચાઇ યોજના વધી રહેલ પાણીના સ્તરને લઇ હેઠવાસના ગામોને સતર્ક રહેવાં તાકીદ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગામ પાસેની ખારો નદી ઉપર આવેલ ચૌંડા નાની સિંચાઇ યોજનામાં તેની ડિઝાઇન સ્ટોરેજના ૭૦ ટકા પાણીનો સંગ્રહ થયેલ છે. જળાશયમાં પાણીની આવક ચાલુ છે. તેથી ચૌંડા જળાશયની હેઠવાસમાં આવેલ પાંચપીપળા, રાણપરડા (ખારા), માળીયા, જાળીયા, વડીયા અને હડમતીયા(મા) ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવાં ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવાં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે. અત્યારે જળાશયમાં પાણીનું હાલનું સ્તર ૨૯૬.૯૦ મીટર છે અને ૫૬૮ ક્યસેક ઇનફ્લો છે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત સિંચાઇ પેટા વિભાગ, પાલીતાણાની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment