અવસર લોકશાહીનો: લોકશાહીને વધુ મજબૂત બનાવવા જનતાને અચૂક મતદાન કરવાની ઈ-પ્રતિજ્ઞા લેવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર બી.એ.શાહ

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨

હિન્દ ન્યુઝ, બોટાદ

    રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ‘અવસર ઈ-પ્લેડ્જ કેમ્પેઈન’ શરૂ કરવામાં આવ્યુ છે. ચૂંટણીપંચ દ્વારા સર્વે મતદાતાઓ કોઈપણ જાતના ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને પ્રલોભિત થયા વિના, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરમાં જોડાય તે માટે ઈ-પ્રતિજ્ઞા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાઈ તે માટે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ અંગે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.

ચૂંટણી પંચે મતદારો માટે https://chunavsetu.gujarat.gov.in/docs/epledge/epledge.aspx લિંક જાહેર કરી છે. આ લીંક ઉપર જઈને મતદારે પોતાનું નામ લખવાનું રહેશે. નામ લખ્યા બાદ મતદાર ઈ – પ્રતિજ્ઞાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે. બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.એ.શાહે તમામ મતદારોને લોકશાહીને વધુ સશક્ત બનાવવા અચૂક મતદાન કરવાની ઈ-પ્રતિજ્ઞા લેવા અનુરોધ કર્યો છે.

 

Related posts

Leave a Comment