દિયોદર શહેર ગુરુવાર બપોર બાદ સોમવાર સવાર સુધી સંપૂર્ણ લોક ડાઉન

હિન્દ ન્યૂઝ, દિયોદર

    કોરોના વાઈરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે, જેમાં કોરોના ની ચેન તોડવા માટે આજે ફરી બીજી દિયોદર શહેર ને ચાર દિવસ સુધી બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે દિયોદર ના સરપંચ ના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયત કચેરી ખાતે એક અગત્ય ની બેઠક મળી હતી જેમાં પરિસ્થિતિ ને ધ્યાને રાખી ને આવતી કાલ બપોરે 12 વાગ્યા થી સોમવાર સવારે 6 વાગ્યા સુધી દિયોદર શહેર ને સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લોકો ને કડક રીતે નિયમ નું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. કોરોના વાઈરસ ના કારણે સતત કેસો વધી રહ્યા છે જેમાં કોરોના બેકાબુ બંને તેની પહેલા તેની ચેન તોડવા માટે એક અગત્ય નો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે દિયોદર ગ્રામ પંચાયત સરપંચ દ્રારા જણાવેલ કે આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે. જેમાં વહેપારીઓ સાથે બેઠક યોજી આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુરુવાર બપોર બાદ ચાર દિવસ સુધી સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દરેક વહેપારીઓ નિયમ નું પાલન કરે તે માટે સૂચના આપવામાં આવી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment