અવસર લોકશાહીનો નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા મિશન-૨૦૨૨

હિન્દ ન્યુઝ, બોટાદ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તા. ૧૮મી નવેમ્બર દરમિયાન ‘અવસર રથ’ આવી પહોંચશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અવસર રથ પાળીયાદ રોડ વિસ્તાર-બોટાદ, સજેલી-વજેલી, સમઢીયાળા-૨, ઝમરાળા, રતનવાવ, રોહીશાળા, નાના ઝીંઝાવદર, ઈશ્વરીયા, લાખણકા, પીપળ-તતાણા અને ઉગામેડી સહિતના વિસ્તારોમાં ભ્રમણ કરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે.

બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શાહના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલ માટે કટિબદ્ધ બન્યું છે.

 

Related posts

Leave a Comment