જમ્મુ કાશ્મીરથી BSF જવાનોની સાયકલ રેલી સાંતલપુરા ના ઝઝામ ગામ ખાતે પહોંચી

હિન્દ ન્યુઝ, રાધનપુર

આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત સીમા સુરક્ષા દળના જવાનોની જમ્મુથી ભુજ સુધીની સાયકલ રેલી બુધવારે 93મી કોર્પ્સ બીએસએફ બીઓપી જાખોત્રા ખાતે પહોંચી હતી.જેમાં ગામના લોકો, સભ્યો, સરપંચ, સીમા જન કલ્યાણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લોકો નજીકની શાળાના શિક્ષકો અને શાળાના બાળકો અને બીએસએફના અધિકારીઓએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. બુધવારે બપોરે BOP મસાલી અને BOP ઝઝામ વિસ્તારમાં પહોંચીને 93મી બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓ કંપની કમાન્ડહેન્ડ દલબીરસિંઘ ઐરાવત ટુ.આઇ.સી જોનચીનીર ડી.સી બી. એન.લોહાની કંપની કમાન્ડર સોનુંલાલ ઇન્સ્પેક્ટર સંતોષકુમાર રાય અને અનિલ કુમાર ઝઝામ સરપંચ ભગવાનસિંહ જાડેજા ડૉ.વીરેન્દ્રસિંહ જાડેજા અને માજી ઉપ પ્રમુખ અણદુભા જાડેજા દ્વારા સ્વાગત કરી ગામ ના યુવાનો તથા જવાનોએ દેશભક્તિના નારાઓ સાથે સાયકલ યાત્રામાં સામેલ સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. BSF અધિકારીઓએ જણાવ્યું હતું કે 13 ઓક્ટોબરથી જમ્મુ બોર્ડર પોસ્ટથી શરૂ થયેલી સાયકલ યાત્રા 13 નવેમ્બર સુધી 32 દિવસમાં 2112 કિમીનું અંતર કાપીને ગુજરાતના ભુજમાં સમાપ્ત થશે. આ રેલીનો ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારના લોકોમાં રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને ભાઈચારાનો સંદેશો ફેલાવવાનો તેમજ યુવા પેઢીને વ્યસન મુક્તિ માટે જાગૃત કરવાનો છે. અને યુવાનોને સેવા કરવા પ્રેરિત કરવાનો છે. આ દરમિયાન સરપંચ અને સીમા જન કલ્યાણ સમિતિના લોકોએ જણાવ્યું કે દેશના જવાનો આપણું ગૌરવ છે. જેના કારણે દેશના લોકો તેમના પરિવાર સાથે તેમના ઘરોમાં સુખી જીવન જીવી રહ્યા છે. સ્વાગત સમયે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. બધાએ બીએસએફ જવાનોના વખાણ કર્યા. એક સારા સંદેશ સાથે જવાનોની કમ સાયકલ યાત્રા કાઢવામાં આવી રહી છે. દરેકનુંભવ્ય સ્વાગત હોવું જોઈએ. આ દરમિયાન BSF જવાનો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રેલીનો ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારના લોકોમાં રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો તેમજ યુવા પેઢીને વ્યસન મુક્તિ અંગે જાગૃત કરવાનો અને યુવાનોને સેવા કરવા પ્રેરિત કરવાનો છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment