કાલાવડ ‘આપ’ મહિલા કાર્યકરના ફેસબુક પોસ્ટથી કાલાવડનું રાજકરણ ગરમાયું

હિન્દ ન્યુઝ, કાલાવડ 

      જામનગર એલસીબી દ્વારા થોડા દિવસ અગાઉ કાલાવડમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું હતું અને આ જુગારધામ કાલાવડ ના એક નામાંકિત બિલ્ડર અને રાજકરણીનું હોવાનું અને આ રાજકરણી અને તેના સગા પણ જુગાર રમતા એલ.સી.બી.ના હાથે ઝડપાયા હોવાનું અને ત્યારબાદ ઝડપાયેલા જુગારીઓમાંથી આ બંને રાજકરણીઓના નામ પૈસા અને રાજકરણના જોરે કમી કરાવ્યા હોવાની વાતો સમગ્ર કાલાવડમાં “ટોક ઓફ ધી ટાઉન” બનવા પામી હતી.

આ ‘ટોક ઓફ ધ ટાઉન’ બનેલ જુગાર કેસનાં અનુસંધાને કાલાવડ ‘આમ આદમી પાર્ટી’ ના મહિલા કાર્યકર દ્વારા કરવામાં આવેલ ફેસબુક પોસ્ટથી કાલાવડના રાજકરણમાં હડકંપ મચી જવા પામ્યો છે.

 કાલાવડ આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર દ્વારા ફેસબુક પોસ્ટમાં જુગારધામની રેડમાંથી બે નામો કમી કરવામાં આવ્યા હોવાનુ પોસ્ટ કરાતા કાલાવડમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચાલતી લોક ચર્ચાઓ ‘સાચી કે ખોટી’ એ આવનારા ટુંક સમયમાં પુરવાર થવા પામશે કે કેમ એવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે 

શું સરકારની વિશ્વસનીય કહી શકાય એવી સરકારી એજન્સી એલ.સી.બી. (LCB) માંથી પકડાયેલ આરોપીઓના નામ કમી કરી શકાય ? 

આ સમગ્ર મામલામાં જામનગર એલ.સી.બી. પર ઘણા સવાલો ઉઠવા પામ્યા છે

આમ આદમી પાર્ટી મહિલા કાર્યકર દ્વારા જુગારધામમાં 33 લાખનો મુદ્દામાલ નહીં પરંતુ 85 લાખ હોવાનું ફેસબુકમાં પોસ્ટ કરતા જામનગર એલ.સી.બી. વિવાદોનાં વંટોળમાં ફસાયુ છે 

 આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર દ્વારા ફેસબુક પોસ્ટમાં જણાવેલ નામો વાળા બંધુઓનો જુગારધામ હોવાનું અને રાજકારણી બંધુઓના નામ આ કેસમાંથી કમી કરવામાં આવ્યા હોવાના આક્ષેપના પુરાવાઓ આપ કાર્યકર લોકો સમક્ષ રજૂ કરશે કે કેમ એ હવે જોવું રહ્યું !!!!

પૂછે છે કાલાવડ, કોના તરફ છે ઈશારો?

આમ આદમી પાર્ટી કાર્યકરના ફેસબુક પોસ્ટમાં જણાવેલ એસ. ડાંગરિયા અને એમ. ડાંગરિયા બંધુઓ કોણ ?

Related posts

Leave a Comment