રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ પનીરના 2 નમૂના રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર

હિન્દ ન્યુઝ, રાજકોટ 

પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ફરાળી લોટ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક / વિક્રેતાઓનું સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ

·                   ફૂડ વિભાગ દ્વારા “શ્યામ ડેરી”, વિવેકાનંદનગર શેરી નં.9, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી શ્રી તેજસ મુકેશભાઇ તેરૈયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “પનીર (લુઝ)” નો નમૂનો તપાસ બાદ મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું, ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી હોવાને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.  

·                   ફૂડ વિભાગ દ્વારા “અજેન્દ્ર ડેરી ફાર્મ”, સોરઠીયા વાડી 6-8 કોર્નર, 80ફૂટ રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી શ્રી વિજયભાઇ વિનોદભાઇ અગ્રાવત પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “પનીર (લુઝ)” નો નમૂનો તપાસ બાદ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી હોવાને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.  

સર્વેલન્સ ચેકિંગ

           પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ફરાળી લોટ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક /વિક્રેતાઓનું સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ફરાળી ખાધ્યચીજોમાં નોન ફરાળી ખાધ્યચીજોની ભેળસેળ કરતાં નીચે મુજબની વિગતે તપાસ દરમિયાન કુલ 178 કી.ગ્રા. જથ્થાનો સ્થળ પર નાશ કરેલ છે. તેમજ 5 ફૂડ બિઝનેશ ઓપરેટરોને નોટિસ આપવામાં આવેલ છે.

           (1)જય સીતારામ ડેરી ફાર્મ, મહાદેવવાડી મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં ફરાળી પેટીશમાં મકાઈનો લોટ વપરાશ કરેલ હોવાનું માલૂમ પડતાં આશરે 50 કી.ગ્રા. ફરાળી પેટીશ તથા 60 કી.ગ્રા. મકાઇનો સ્ટાર્ચ મળીને કુલ 110 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

           (2)ખુશ્બુ ગાંઠિયા & પેટીશ, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં ફરાળી પેટીશમાં મકાઈનો સ્ટાર્ચ વપરાશ કરેલ હોવાનું માલૂમ પડતાં આશરે 25 કી.ગ્રા. ફરાળી પેટીશ તથા 02 કી.ગ્રા. મકાઇનો સ્ટાર્ચ મળીને કુલ 27 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.            (3)સ્વામીનારાયણ ફરસાણ & સ્વીટ -પાર્થ રેસ્ટોરેન્ટ, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં વાસી ફરાળી પેટીશ 02 કી.ગ્રા. સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

           (4)જય સીતારામ ડેરી ફાર્મ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં ફરાળી પેટીશમાં મકાઈનો સ્ટાર્ચ વપરાશ કરેલ હોવાનું માલૂમ પડતાં આશરે 10 કી.ગ્રા. ફરાળી પેટીશ તથા 03 કી.ગ્રા. દાઝીયું તેલ મળીને કુલ 13 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

           (5)ભગવતી ફરસાણ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટની તપાસ કરતાં વાસી ફરસાણ આશરે 21 કી.ગ્રા., વાસી પડતર મીઠાઇ 03 કી.ગ્રા., વોશિંગનો સોડા 02 કી.ગ્રા. મળીને કુલ 26 કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

  • નમુનાની કામગીરી :-

       ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૦6 નમૂના લેવામાં આવેલ :

  1. ફરાળી લોટ- ફરાળી પેટીશ માટેનો (લુઝ): સ્થળ- રાધે કેટરર્સ, રેડિયન્સ એપાર્ટમેન્ટ, રૈયા રોડ, નાગરિક બેંકની પાસે, રાજકોટ.
  2. “LION” FARALI POHA (FROM 10 KG. PACKED): સ્થળ- શ્યામલ, જનતા સોસાયટી ગરબી ચોક, 20 ન્યુ જાગનાથ,  રાજકોટ.
  3. SAVERA SWEET SF-250 (FROM 1 KG PKD): સ્થળ- ભારત બેકરી પ્રા. લી., ભીલવાસ ચોક, ઠક્કરબાપા છાત્રાલય, ઇગલ પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ.
  4. સ્પે. એલચી રસ (250 ગ્રામ પેક્ડ): સ્થળ- ભારત બેકરી પ્રા. લી., ભીલવાસ ચોક, ઠક્કરબાપા છાત્રાલય, ઇગલ પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ.
  5. કિસ મિસ(લુઝ): સ્થળ- ભારત બેકરી પ્રા. લી., ભીલવાસ ચોક, ઠક્કરબાપા છાત્રાલય, ઇગલ પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ
  6. બ્રેડ ઇમ્પુવર પાવડર (USED IN BREAD MANU.) (લુઝ): સ્થળ- ભારત બેકરી પ્રા. લી., ભીલવાસ ચોક, ઠક્કરબાપા છાત્રાલય, ઇગલ પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ.

Related posts

Leave a Comment