ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા) ખાતે તા. ૨૪ ઓગસ્ટના એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

 ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમો પૈકી BMC (ભાવનગર મહાનગરપાલિકા) તથા NIRMA Ltd. એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તા. ૨૪/૦૮/૨૦૨૩ ના રોજ સવારે-૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. 

 જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/condidate-registration પર કરવાનું રહેશે. આ ભરતી મેળાના દિવસે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે ઉપસ્થિત રહેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે. 

 આ એપ્રેન્ટીસ ભરતીમેળામાં ઉમેદવારીનું એપ્રેન્ટીસ પોર્ટલ લીંક (https://ipprenticeshiplndla.org/candidate-reg{stration) તથા અનુબંધમ પોર્ટલ (https://anandham.gujarat.gov.in/nccount/up) લીંક પર રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે.

Related posts

Leave a Comment