હિન્દ ન્યુઝ, અમદાવાદ
સ્વાગત સપ્તાહ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં અસારવા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં કુલ 15 જેટલા અરજદારોને રૂબરૂ સાંભળી તેમના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ અધિકારીઓ સાથે પણ આ બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો આપ્યાં હતાં. આ તકે તેમની સાથે જમીન સુધારણા કલેકટર વી.કે પટેલ, અસારવા મામલતદાર જે. એસ દેસાઈ તથા મ્યુનિ. કોર્પોરેશનના અને સિટી સર્વે કચેરીના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. નિવાસી અધિક કલેકટર સુધીર પટેલની અધ્યક્ષતામાં સાબરમતી તાલુકાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો.
સાબરમતી તાલુકાનો સ્વાગત કાર્યક્રમ આજે નિવાસી અધિક કલેકટર સુધીર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કુલ 23 જેટલા અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યાં હતાં. અને તમામ અરજદારોના પ્રશ્નોનું ત્વરિતપણે સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ તકે તેમની સાથે મહેસૂલ વિભાગના ડેપ્યુટી ડીડીઓ સૂરજ બારોટ, મામલતદાર સાબરમતી વસંતકુંવરબા પરમાર તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ધંધુકા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો.
ધંધુકા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ ધંધુકા પ્રાંત અધિકારી વાય.પી. ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં અરજદારોની અરજીનો અભ્યાસ કરી તેનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવામાં હતી અને વિવિધ વિભાગના અધિકારીઓને સૂચન કર્યાં હતાં.