હિન્દ ન્યુઝ, ભાવનગર
સ્વાગત કાર્યક્રમ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેંદરડા ગામમાં તળાવ ઉંડું કરવાની રજૂઆતનો સકારાત્મક ઉકેલ આવ્યો છે.
ભાવનગરના જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની ઉપસ્થિતિમાં આજે મહુવાની મામલતદાર કચેરી ખાતે યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સેંદરડા ગામના પ્રશ્નો લઈને આવેલા ગ્રામજન ચેતનસિંહ હનુભા ગોહિલના પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું હતું. કલેક્ટર સમક્ષ ચેતનસિંહે સેંદરડા ગામમાં સુઝલામ સુફલામ યોજનામાં તળાવ ઊંડા કરવા બાબતે રજૂઆત કરી હતી.
કલેક્ટરએ સંલગ્ન વિભાગના અધિકારી ઓની હાજરીમાં પ્રશ્નને ધ્યાનથી સાંભળીને સુજલામ સુફલામ યોજના હેઠળના આ તળાવની પરિસ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓએ રજૂઆત કરી હતી કે તળાવ ઉંડું કરવાનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. જેથી કલેક્ટરની હાજરીમાં આ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું હતું. પ્રશ્નનો યોગ્ય નિકાલ આવતા અરજદારએ જિલ્લાતંત્ર અને સરકારશ્રીનો આભાર માન્યો હતો.