જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાની અધ્યક્ષતામાં મહુવા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વરિષ્ઠ અધિકારીઓ અને અરજદારોની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં મહુવા ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૪૩ જેટલાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં હાલ “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી થઈ રહી છે. ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોનાં નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે. મહુવા તાલુકામાં લોકોની સમસ્યાઓ જેવી કે, પાણી, રસ્તા, સરકારની સહાય યોજનાઓ, માળખાકીય સુવિધાઓ જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ અન્વયે નાગરિકો “સ્વાગત કાર્યક્રમ” નો મહત્તમ ભાગ લઈ શકે અને સરકારના લોકાભિમુખ વહીવટથી અવગત થાય અનુભવ કરે તેવા ઉમદા આશય સાથે સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્રમમાં નાગરિકોના ૧૪૩ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરી નાગરિકોને તેમની મુશ્કેલીનું નિવારણ કરવામાં આવ્યું હતું ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ, મહુવાના મામલતદાર નીરવ પરિતોષ, સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આમ, અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થાનિક અમલીકરણ અધિકારી દ્વારા સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા. ૨૪મી એપ્રિલ, ૨૦૦૩ ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે સ્વાગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment